Gujarat

રાજકોટઃ પ્રસિદ્ધ ન્યૂરો સર્જન, રાજકીય અગ્રણીએ પોતાનો ફ્લેટ કોઈએ પચાવી પાડ્યો હોવાની ફરિયાદ કરી

By GS Team
16 Mar 20221 min read
This article was originally published on 16 Mar 2022
રાજકોટઃ પ્રસિદ્ધ ન્યૂરો સર્જન, રાજકીય અગ્રણીએ પોતાનો ફ્લેટ કોઈએ પચાવી પાડ્યો હોવાની ફરિયાદ કરી

રાજકોટ, તા. 16 માર્ચ 2022, બુધવાર

રાજકોટના પ્રસિદ્ધ ડોક્ટર હેમાંગ હરિશચંદ્ર વસાવડાએ પોતાના ફ્લેટ પરનો ગેરકાયદેસર કબજો છોડાવવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં ઢેબર રોડ ખાતે ભકિતનગર સોસાયટીમાં મધુકુંજ નામના મકાનમાં રહેતા ડોક્ટરે દીપાલીબેન જોશી નામના મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

ફરિયાદ પ્રમાણે રાજકોટના મોટા મોવા ગામ ખાતે સર્વે નંબર 178ના પ્લોટ નંબર 2થી 5 તથા 10થી 14 પર બાંધવામાં આવેલા રૂચિ એપાર્ટમેન્ટમાં ડોક્ટર હેમાંગના 2 ફ્લેટ છે. ત્રીજા માળે આવેલા 301 અને 302 નંબરના બંને ફ્લેટની કુલ કિંમત આશરે 32 લાખ રૂપિયા જેટલી છે. દીપાલીબેન જોશી (પતિનું નામ નીલેશભાઈ)એ આ ફ્લેટ્સમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવીને રહેણાંક કરીને તેને પચાવી પાડ્યા છે. આમ પોતાના ફ્લેટ્સ ખાલી કરાવવા માટે ડોક્ટરે આઈપીસી અને લેન્ડ ગ્રેબિંગની કલમો અંતર્ગત ગુનો દાખલ કરાવ્યો છે.