Gujarat

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર લાગ્યો હતો

By GS TEAM
30 Mar 20262 mins read
TukuTouch Logo
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલી 'સોપાન હાઈટ્સ' બિલ્ડિંગમાં આજે(30 માર્ચ) એક હચમચાવી દેનારી ઘટના બની છે. બિલ્ડિંગના સ્વિમિંગ પૂલમાં રમતા-રમતા બે માસૂમ બાળકો ડૂબી જતાં તેમનાં કરૂણ મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને શોકનું મોજું ફરી વળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર લાગ્યો હતો

Rajkot News: રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલી 'સોપાન હાઈટ્સ' બિલ્ડિંગમાં આજે(30 માર્ચ) એક હચમચાવી દેનારી ઘટના બની છે. બિલ્ડિંગના સ્વિમિંગ પૂલમાં રમતા-રમતા બે માસૂમ બાળકો ડૂબી જતાં તેમનાં કરૂણ મોત નીપજ્યાં છે. સગા ભાઈ બહેનના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવ સંદર્ભે યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, રૈયા રોડ પર આવેલી સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં સફાઈ કામ કરતા એક નેપાળી પરિવારના બે સંતાનો સ્વિમિંગ પૂલ નજીક રમી રહ્યા હતા. રમતા-રમતા અચાનક બંને બાળકો પાણીમાં પડી ગયા હતા. સ્વિમિંગ પૂલ ઊંડો હોવાને કારણે 7 વર્ષનો ભાઈ દિપેશ ભંડારી અને 5 વર્ષની બહેન દીપિક્ષા ભંડારી પાણીમાં ડૂબી ગયા હતા. બનાવની જાણ થતા જ બિલ્ડિંગમાં કામ કરી રહેલા માતા-પિતા દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

માત્ર 14 દિવસ પહેલા જ કામે લાગ્યો હતો પરિવાર

સૌથી વધુ કરુણ બાબત એ છે કે આ નેપાળી પરિવાર માત્ર 14 દિવસ પહેલા જ આ બિલ્ડિંગમાં સફાઈ અને અન્ય મજૂરી કામ માટે આવ્યો હતો. હજુ તો પરિવાર અહીં સ્થાયી થવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યાં જ કુદરતે તેમની પાસેથી તેમના બે ફૂલ જેવા માસૂમો છીનવી લીધા છે. સંતાનોના મોતથી પરિવારમાં ભારે કલ્પાંત જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્વિમિંગ પૂલ પાસે કોઈ સુરક્ષા ગાર્ડ કે ફેન્સિંગની વ્યવસ્થા હતી કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

ગઈકાલે સુરતના ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 22 વર્ષીય યુવકનું થયું હતું મોત

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના તળાદ ગામે આવેલા અક્ષય રિસોર્ટમાં ગત 23 માર્ચના રોજ બનેલી એક હૃદયદ્રાવક ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. મિત્રો સાથે રજાની મજા માણવા ગયેલા 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ રિસોર્ટની સુરક્ષા વ્યવસ્થા અને લાઈફ ગાર્ડની હાજરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.