Gujarat

હિટ એન્ડ રનની 2 ઘટના: રાજકોટમાં બાઈક ચાલકનું મોત અને જામનગરમાં મહિલા-બાળક બન્યા ભોગ

By GS TEAM
20 Apr 20262 mins read
TukuTouch Logo
રાજ્યમાં આજે(20 એપ્રિલ) રાજકોટ અને જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટમાં બનેલી ઘટનામાં એક બાઈક ચાલકનું મોત થયું છે. જ્યારે જામનગરમાં રોડ પર ઉભેલા એક મહિલા અને એક બાળકનું મોત થયું છે. બંને ઘટનામાં કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે. હાલ, પોલીસ દ્વારા કાર ચાલકની શોધખોળ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિટ એન્ડ રનની 2 ઘટના: રાજકોટમાં બાઈક ચાલકનું મોત અને જામનગરમાં મહિલા-બાળક બન્યા ભોગ
રાજકોટની ઘટના

Hit-and-Run Case: રાજ્યમાં આજે(20 એપ્રિલ) રાજકોટ અને જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટમાં બનેલી ઘટનામાં એક બાઈક ચાલકનું મોત થયું છે. જ્યારે જામનગરમાં રોડ પર ઉભેલા એક મહિલા અને એક બાળકનું મોત થયું છે. બંને ઘટનામાં કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે. હાલ, પોલીસ દ્વારા કાર ચાલકની શોધખોળ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના, 1નું મોત

રાજકોટમાં સ્વસ્તિક સોસાયટી નજીક એક હિટ એન્ડ રનની ઘટના બની છે. એરપોર્ટ ફાટક પાસે પૂરપાટ ઝડપે આવતી એક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ચારથી વધુ લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં કારચાલકે બાઈક સવાર મુસાફરોને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે એકનું કરૂણ મોત થયું છે.

જામનગર-કાલાવડ હાઈવે પર પણ હિટ એન્ડ રનની ઘટના, 2ના મોત

કાલાવાડ-જામનગર હાઈવે પર આવેલા નવા માર્કેટિંગ યાર્ડ નજીક પુરપાટ ઝડપે આવતી એક બેફામ કારે શેરડીનો રસ પી રહેલા નિર્દોષ નાગરિકોને અડફેટે લીધા હતા. આ ગંભીર હિટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર, એક મહિલા અને એક બાળક ભોગ બન્યા છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. હાલ તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.