રાજ્યમાં 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ: જેતપુર પાવીમાં સૌથી વધુ 2.68 ઈંચ, દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાયેલો છે, પરંતુ ક્યાંય પણ અત્યંત ભારે વરસાદ નોંધાયો નથી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 155 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
છોટાઉદેપુરના જેતપુર પાવીમાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડા મુજબ, છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં સૌથી વધુ 2.68 ઇંચ, દાહોદના લીમખેડામાં 2.09 ઇંચ, મહીસાગરના સંતરામપુરમાં 1.93 ઇંચ, અમદાવાદના ધંધુકામાં 1.77 ઇંચ, ખેડાના ઠાસરામાં 1.73 ઇંચ, દાહોદના ફતેપુરામાં 1.73 ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 1.69 ઇંચ, ખેડાના મહેમદાબાદમાં 1.65 ઇંચ, અમદાવાદના દસ્ક્રોઈમાં 1.54 ઇંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 1.50 ઇંચ, અમદાવાદના ધોળકામાં 1.46 ઇંચ, મહીસાગરના કડાણામાં 1.46 ઇંચ, ખેડાના કઠલાલમાં 1.42 ઇંચ, અમદાવાદના ધોલેરામાં 1.38 ઇંચ, પંચમહાલના કાલોલમાં 1.3 ઇંચ, વસલાડના નાનાપોંઢામાં 1.30 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 1.26 ઇંચ, આણંદના ખંભાતમાં 1.26 ઇંચ, છોટાઉદેપુરમાં 1.18 ઇંચ, આણંદના આંકલાવમાં 1.1 ઇંચ, વલસાડના કપરાડામાં 1.1 ઇંચ, નવસારીમાં 1.06 ઇંચ, અરવલ્લીના બાયડમાં 1.06 ઇંચ, અરલ્લીના સાઠંબામાં 1.06 ઇંચ, પંચમહાલના ઘોઘંબામાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે (28 જુલાઈ) અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ સહિત રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવાઈ છે.
બીજી તરફ આજે અમદાવાદ શહેરમાં પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. શહેરનું મહત્તમ તાપમાન 30°C અને લઘુત્તમ તાપમાન 25°C આસપાસ રહેવાની શક્યતા છે.









