Gujarat

રેલવેના ઇલેક્ટ્રિશિયનનો ગળા ફાંસો ખાઇને આપઘાત

By GS TEAM
9 Nov 20251 min read
રેલવેના ઇલેક્ટ્રિશિયનનો ગળા ફાંસો ખાઇને આપઘાત

 વડોદરા,રેલવેમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા યુવકે ગઇકાલે રાતે ઘરે ગળા ફાંસો ખાઇ લીધો હતો. આપઘાતનું કારણ જાણવા માટે બાપોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આજવા રોડ સયાજી ટાઉનશિપની સામે ગોકુલધામ ટાઉનશિપમાં રહેતો ૩૬ વર્ષનો વિકાસકુમાર કનુભાઇ ગણાવા રેલવે નવાયાર્ડમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો. હાલમાં તેની પત્ની પિયર ગઇ હતી. પત્નીએ કોલ કરતા વિકાસકુમારે કોલ રિસિવ કર્યા નહતા. જેથી, પત્નીએ તેમના ભાઇને જાણ કરતા ભાઇએ ઘરે તપાસ કરવા ગયો હતો. તેણે દરવાજો ખખડાવ્યો હતો.પરંતુ, વિકાસકુમારે દરવાજો ખોલ્યો નહતો. જેથી, દરવાજો તોડતા તે ગળા ફાંસો ખાધેલી હાલતમાં હતો. રસોડાની છત પર લાગેલા  હુક પર કપડા સૂકવવાની દોરી વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા બાપોદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. મહેશભાઇએ સ્થળ પર જઇને તપાસ કરી હતી. પોલીસને કોઇ અંતિમ  ચિઠ્ઠી મળી આવી નહતી. આપઘાતનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.