Get The App

જામનગર શહેર અને જામજોધપુરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : જુગાર રમતાં કુલ 28 ઇસમો ઝડપાયા, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર શહેર અને જામજોધપુરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : જુગાર રમતાં કુલ 28 ઇસમો ઝડપાયા, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે 1 - image

Jamnagar Gambling Raid : જામનગર શહેર તેમજ જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે જુગારની પ્રવૃત્તિઓ સામે સઘન કાર્યવાહી હાથ ધરી અલગ અલગ બે સ્થળોએ દરોડા પાડી કુલ 28 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરના સાધના કોલોની વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી ઘોડીપાસાની મીની ક્લબ ઝડપાઈ છે, અને તેમાંથી 22 આરોપીઓની અટકાયત કરાઈ છે.

પ્રથમ બનાવ જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો હતો. પોલીસે વેરાવળ ગામે પાણીના ટાંકા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરમિયાન આમદભાઈ મુશાભાઈ રાવકરડા, રફીકભાઈ હુસેનભાઈ પટા, ઇકબાલભાઈ કાસમભાઈ કોરેજા, ઇકબાલભાઈ જુસબભાઈ રાવકરડા, ઇસ્માઇલ કાસમભાઈ રાવકરડા તથા કાશમભાઈ વલીમામદ શેઠા જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી કાર્યવાહી જામનગર શહેરના સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. સાધના કોલોની ગુજરાત હાઉસીંગ બોર્ડના નવા આવાસ વિસ્તારમાં આવેલા અનવર વલીમામદ ગોઘાવીયાના મકાનમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન અનવર વલીમામદ ગોઘાવીયા, મહેબુબ સતારભાઈ ચુડાસમા, અબ્દુલ વલીમામદ ગોઘાવીયા, જાકીરભાઈ હુસેનભાઈ ગોઘાવીયા, રફીકભાઈ યુનુસભાઈ ગોઘાવીયા, આરીફભાઈ યુનુસભાઈ ગોઘાવીયા, તોસીફ ગફારભાઈ પીઠડીયા, સતારભાઈ અલ્લારખાભાઈ આંબલીયા, જાવીદભાઈ જુસબભાઈ આંબલીયા, સકીલ ઇકબાલભાઈ આંબલીયા, જાહીદભાઈ ઉમરભાઈ ગોઘાવીયા, અવેશભાઈ ફારૂકભાઈ ઓડીયા, અનીશભાઈ ઇકબાલભાઈ આંબલીયા, સમીરભાઈ યુસુફભાઈ રીંગણીયા, સાજીદભાઈ યુનુસભાઈ ગોઘાવીયા, મોહસીન અલીભાઈ શેખ, મોયનુદિન હુસેનભાઈ આંબલીયા, ઇકબાલભાઈ ઉમરભાઈ ગોઘાવીયા, અદનાન રફીકભાઈ ઓડીયા, મહેબુબ હનીફભાઈ ડાકોરા, અલ્તાફભાઈ સતારભાઈ આંબલીયા તથા નદીમભાઈ વલીમામદભાઈ આંબલીયા ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 87,500, મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 2,11,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે જુગારધારા કલમ-4 અને 5 મુજબ ગુનો નોંધી આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.