Gujarat

મચ્છી પીઠ પાસે સ્કુલ પાછળ ફ્લેટમાં જુગારખાના પર દરોડો, સૂત્રધાર સહિત પાંચ પકડાયા

By GS TEAM
18 Oct 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરના મચ્છીપીઠ નજીક એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા જુગાર ખાના પર પોલીસે દરડો પાડી પાંચ જણાને ઝડપી પાડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

મચ્છી પીઠ પાસે સ્કુલ પાછળ ફ્લેટમાં જુગારખાના પર દરોડો, સૂત્રધાર સહિત પાંચ પકડાયા

Vadodara Gambling Raid : વડોદરા શહેરના મચ્છીપીઠ નજીક એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા જુગાર ખાના પર પોલીસે દરડો પાડી પાંચ જણાને ઝડપી પાડ્યા હતા


શારદા મંદિર સ્કુલ પાછળ ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રફીક શેખ બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતો હોવાની વિગતો મળતા કારેલીબાગ પોલીસે દરોડો પાડયો હતો પોલીસે રફીક અહેમદભાઈ શેખ (ગીતાંજલી એપાર્ટમેન્ટ), રાજેશ મીઠાભાઇ સોલંકી (એકતા નગર, છાણી) રફીક કાલુભાઈ બાવરચી (રાજપુરા ની પોળ માંડવી), આસિફ મજલેમિયા શેખ (ખુશ્બુ નગર કિસ્મત ચોકડી પાસે)અને ગોપાલ રમણભાઈ વાદી (રણોલી ગામ)ની ધરપકડ કરી રોકડા રૂ.10 580, પાંચ મોબાઇલ અને સ્કૂટર મળી રૂ 58000 નો મુદ્દા માલ કબજે કર્યો હતો.