Gujarat

મહાવીર હોલ ચાર રસ્તા પરના ઝીબ્રા ક્રોસિંગની વ્યવસ્થા અંગે સવાલ, રોડ ક્રોસ કરવા ડિવાઇડર પર ચઢવું પડે, સિનિયર સિટીઝનને મુશ્કેલી

By GS TEAM
22 Mar 20261 min read
TukuTouch Logo
આજવા રોડ સ્થિત મહાવીર હોલ ચાર રસ્તા પર બનાવવામાં આવેલ ઝીબ્રા ક્રોસિંગ નાગરિકો માટે સહાયકારક બનવાને બદલે મુશ્કેલીનું કારણ બની રહ્યું હોવાની ફરિયાદ સામે આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહાવીર હોલ ચાર રસ્તા પરના ઝીબ્રા ક્રોસિંગની વ્યવસ્થા અંગે સવાલ, રોડ ક્રોસ કરવા ડિવાઇડર પર ચઢવું પડે, સિનિયર સિટીઝનને મુશ્કેલી

આજવા રોડ સ્થિત મહાવીર હોલ ચાર રસ્તા પર બનાવવામાં આવેલ ઝીબ્રા ક્રોસિંગ નાગરિકો માટે સહાયકારક બનવાને બદલે મુશ્કેલીનું કારણ બની રહ્યું હોવાની ફરિયાદ સામે આવી છે.

ટ્રાફિક વ્યવસ્થાને સુધારવાના ઉદ્દેશથી બનાવાયેલા આ ક્રોસિંગમાં વ્યવસ્થા એવી રીતે કરાઈ છે કે, લોકો માટે રસ્તો સુરક્ષિત રીતે પાર કરવો મુશ્કેલ બની ગયો છે. સ્થળ પર જોવા મળે છે કે, ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા સીધા ડિવાઇડર સુધી પહોંચે છે, પરિણામે, રસ્તો પાર કરવા લોકોને ડિવાઇડર પર ચઢીને જવું પડે છે.

આ સ્થિતિ ખાસ કરીને સિનિયર સિટીઝનો માટે જોખમી સાબિત થઈ રહી છે.ઝીબ્રા ક્રોસિંગનો મુખ્ય હેતુ રાહદારીઓને સુરક્ષિત માર્ગ આપવાનો હોય છે, પરંતુ અહીં આયોજનમાં ખામીને કારણે લોકો માટે અકસ્માતનો ભય વધ્યો છે.

સ્થાનિક રહેવાસીઓની માગ છે કે, ઝીબ્રા ક્રોસિંગની વ્યવસ્થામાં જરૂરી સુધારો કરવામાં આવે.