Get The App

જોડિયાના માંડવી ચોકમાં પી.ડબ્લ્યુ.ડી.નું મકાન અતિ જર્જરિત બની જતાં તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચન કરાયું

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
જોડિયાના માંડવી ચોકમાં પી.ડબ્લ્યુ.ડી.નું મકાન અતિ જર્જરિત બની જતાં તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચન કરાયું 1 - image

Jamnagar : જોડિયામાં 2001 ના ભુંકપ પહેલાં અને ત્યાર પછી ગામમાં સરકારના અનેક વિભાગના મકાનો માત્ર ઈતિહાસ ધરાવે છે. અમુક સરકારી કચેરીઓનું સ્થાંળતર જોડિયાથી 22 કિલો મીટર દૂર ધ્રોળની કચેરીમાં કરવામાં આવ્યું છે. અને જોડિયામાં જે તે વિભાગોની કચેરીનું મકાન જર્જરિત અથવા પડીને પાધાર થઈ ચુકયું છે. 

વરસો પહેલાં જોડિયાના માંડવી ચોક વિસ્તારમાં પી.ડબલ્યુ ડી. ના મકાનમાં" ન્યાયાલય " કચેરી કાર્યરત હતી. આ કચેરી પાસે જોડિયા બજારનો મુખ્ય રસ્તો હતો. 80ના દાયકાથી કચેરીનું લક્ષ્મીપરામાં સ્થાંળતર થતાં હાલમાં સરકારી મકાન બંધ હોવાથી સમયના મારથી અત્યંત જર્જરિત થઇ જતાં પી.ડબ્લ્યુ.ડી. દ્વારા જાહેર જનતાને મકાન અતિ જર્જરિત અને ભયજનક બની જવા અંગે અને તેનાથી સલામત સ્થળે દૂર રહેવા સુચના અપાઈ છે.