Gujarat

PSI ભરતી મામલે મોટા સમાચાર: બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર, આ રીતે ચકાસો નામ

By GS TEAM
23 Feb 20261 min read
TukuTouch Logo
ગુજરાત પોલીસ ભરતીના જાહેરાત ક્રમાંક GPRB/202324/1ની લેવાયેલી બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર(PSI)ની પરીક્ષા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત 13 એપ્રિલ, 2025ના રોજ બિન હથિયારી PSIની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. આજે(23 ફેબ્રુઆરી) પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષામાં પાસ-નાપાસ ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PSI ભરતી મામલે મોટા સમાચાર: બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર, આ રીતે ચકાસો નામ

Unarmed PSI Provisinal Merit : ગુજરાત પોલીસ ભરતીના જાહેરાત ક્રમાંક GPRB/202324/1ની લેવાયેલી બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર(PSI)ની પરીક્ષા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત 13 એપ્રિલ, 2025ના રોજ બિન હથિયારી PSIની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. આજે(23 ફેબ્રુઆરી) પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષામાં પાસ-નાપાસ ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યુ છે.

બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર

પોલીસ ભરતી બોર્ડ મુજબ, બિન હથિયારી PSIની ભરતી પ્રક્રિયામાં અગાઉ પેપર 1 એટલે કે પાર્ટ-A અને પાર્ટ-Bની પરીક્ષામાં ક્વોલિફાઈડ થયેલા અને પેપર-2માં હાજર રહેલા કુલ 49,269 ઉમેદવારોના ગુણ જાહેર કર્યા હતા. આજે(23 ફેબ્રુઆરી, 2026) ભરતી બોર્ડે જાહેર કરેલા બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કુલ 472 ઉમેદવારો સિલેક્ટ થયા છે. જ્યારે 95 ઉમેદવારોનો પ્રતિક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભરતી સંબંધિત વધુ માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પરથી મેળવી શકાશે. 

પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનું કટઓફ

ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેટેગરીવાઈઝ કટઓફ

પ્રોવિઝનલ મેરિટમાં પાસ ઉમેદવારોનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

પ્રોવિઝનલ મેરિટમાં પ્રતિક્ષા યાદીમાં સમાવેશ ઉમેદવારોનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો