Vadodara : વડોદરાના યુવક વેદાંત વાઘેલાએ કેનેડામાં કોલેજમાં અભ્યાસ દરમિયાન ચૂંટણી લડી સ્ટુડન્ટ એસોસિએશનના ડાયરેક્ટર તરીકે કામગીરી કર્યા બાદ કોલેજના કન્વોકેસન સેરેમનીમાં વેલેડિક્ટોરિયન તરીકે પસંદગી થઈ હતી અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
વેદાંત વાઘેલા વડોદરા કોર્પોરેશનના ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાના સુપુત્ર છે. તેણે કેનેડામાં ઓટાવા શહેર ખાતે આવેલી અલગોનકિન કોલેજમાં બાયોટેકનોલોજીના અભ્યાસ દરમિયાન કોલેજમાં ચૂંટણી લડી સ્ટુડન્ટ એસોસિએશનના ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ હતી અને કોલેજમાં અભ્યાસમાં અગ્રેસર રહ્યા હતા. જેથી સમગ્ર કોલેજમાંથી તેને કોન્વોકેસન કાર્યક્રમમાં પ્રવચન માટે પસંદગી કરવામાં આવી અને સાથે સાથે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટનો એવોર્ડ પણ આપવામાં આવતા વેદાંત વાઘેલાએ વડોદરાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.


