Get The App

એસ.ટી.ના ખાનગીકરણની હિલચાલ સામે વિરોધ, આંદોલન છેડવા ચીમકી

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
એસ.ટી.ના ખાનગીકરણની હિલચાલ સામે વિરોધ, આંદોલન છેડવા ચીમકી 1 - image

ખાનગી એજન્સી મારફત બે-બે હજાર ડ્રાઈવર-કંડક્ટર લેવાની થઈ રહેલી કાર્યવાહી

ભાડા કરાર આધારીત બસો લઈ નિગમને ખોટના ખાડામાં ધકેલવામાં આવી રહ્યાની રાવ

ભાવનગર -  એસ.ટી. નિગમમાં કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર ડ્રાઈવર-કંડક્ટરોને લઈ નિગમને ખાનગી તરફ ધકેલવાની ચાલી રહેલી હિલચાલ સામે કર્મચારીઓમાં ભારે વિરોધની લાગણી પ્રસરી છે. જો આ કાર્યવાહી બંધ નહીં રાખવામાં આવે તો આગામી ૨૫મીથી આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારાઈ છે.

જીએસઆરટીસી ખાતે સર્વિસો/શિડયુલોના કેન્સલેશનને લઈ ખાનગી એજન્સી મારફત કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર બે-બે હજાર ડ્રાઈવર-કંડક્ટરને લેવા માટે નિગમ દ્વારા હાલ કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત ભાડા કરાર આધારીત બસો ભાડે રાખવામાં આવે છે. દર માસે આવી પ્રિમિયમ બસોનું ભાડું આશરે ૧૨ કરોડ ચૂકવાય છે. ત્યારે આટલા ભાડા ચૂંકવવાના બદલે બેથી ત્રણ વર્ષમાં તમામ વાહનો પોતાની માલિકીના લઈ શકાય છે. પ્રિમિયમ સર્વિસો માટે ચૂકવાતા રૃા.૪૬થી ૫૪ પ્રતિ કિ.મી.ના ભાડાની સામે આવક માત્ર રૃા.૩૭થી ૩૯ મળે છે. તે જોતા નિગમને ખોટના ખાડામાં ધકેલવામાં આવી રહ્યું છે. લોન/કોન્ટ્રાક્ટ એજન્સી મારફતે લેવાના કર્મચારીઓ તે નિગમનું ખાનગીકરણ તરફનું પ્રથમ પગલું હોય, આઉટસોર્સિંગથી ડ્રાઈવર-કંડક્ટર અને વાહનો ભાડે લેવાની કાર્યવાહી તત્કાલ અટકાવવાની માંગ સાથે ત્રણેય માન્ય સંગઠનોએ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. જો આ કાર્યવાહી નહીં રોકવામાં આવે તો તા.૨૫-૫થી આશ્ચર્યજનક કાર્યક્રમો થકી સ્વયંભૂ આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારી છે.