Gujarat

પાણી સમિતિમાં દરખાસ્ત મંજૂર હેબતપુર વિસ્તારમાં આવેલા તળાવને નેટવર્ક,ઈન્ટરલિંક કરાશે

By GS TEAM
28 Feb 20261 min read
પાણી સમિતિમાં દરખાસ્ત મંજૂર હેબતપુર વિસ્તારમાં આવેલા તળાવને નેટવર્ક,ઈન્ટરલિંક કરાશે

  અમદાવાદ, શુક્રવાર,27 ફેબ્રુ,2026

મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી સમિતિમાં તાકીદની દરખાસ્ત મંજૂર કરાઈ હતી.જેમાં હેબતપુર વિસ્તારમા આવેલા તળાવોને ઈન્ટરલિંક કરવા નેટવર્ક સ્થાપવા રુપિયા ૨૨ કરોડના ટેન્ડરને મંજૂરી અપાઈ છે.તળાવોના ઈન્ટરલિંકીંગથી હેબતપુર,શીલજ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાવાની સાથે તળાવ પાણીથી ભરેલા રહેશે.આશરે ૨૫ હજારથી વધુ વસ્તીને લાભ થશે.

થલતેજ વોર્ડના હેબતપુર વિસ્તારમાં મનસુરી તળાવ ઉપરાંત હેબતપુર ગામ તળાવ, હેબતપુર ગ્રામ પંચાયત તળાવ તથા શીલજ તળાવને ઈન્ટરલિંક કરવા તથા આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે નેટવર્ક નાંખવામાં આવશે.અંદાજે ૨૬ કિલોમીટર લંબાઈના નેટવર્કમાં ૯૦૦થી ૧૮૦૦  ડાયામીટરની આરસીસીની પાઈપલાઈન નાંખવાની કામગીરી કોન્ટ્રાકટર વ્રજ કન્સ્ટ્રકશનને અપાઈ છે.વરસાદી પાણીનો નિકાલ ગોતા-ગોધાવી કેનાલમાં કરવામા આવશે.આ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર નેટવર્ક સ્થાપિત કરાશે.