Gujarat

જામનગરમાં પ્રોહિબિશન ડ્રાઈવ : અલગ-અલગ 4 દરોડામાં દેશી દારૂનો જથ્થો જપ્ત, 1 શખ્સ ઝડપાયો, 3 મહિલાઓ ફરાર

By GS TEAM
18 Apr 20262 mins read
TukuTouch Logo
જામનગર શહેરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ સિટી-સી ડિવિઝન પોલીસ દ્વારા વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના જાગ્રુતીનગર બાવરીવાસ અને આસપાસના વિસ્તારોમાં થયેલી અલગ-અલગ રેડ દરમિયાન દેશી દારૂ તથા દારૂ બનાવવાના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પ્રોહિબિશન ડ્રાઈવ : અલગ-અલગ 4 દરોડામાં દેશી દારૂનો જથ્થો જપ્ત, 1 શખ્સ ઝડપાયો, 3 મહિલાઓ ફરાર

Jamnagar Liquor Raid : જામનગર શહેરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ સિટી-સી ડિવિઝન પોલીસ દ્વારા વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના જાગ્રુતીનગર બાવરીવાસ અને આસપાસના વિસ્તારોમાં થયેલી અલગ-અલગ રેડ દરમિયાન દેશી દારૂ તથા દારૂ બનાવવાના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.

પ્રથમ બનાવમાં જાગ્રુતીનગર બાવરીવાસ વિસ્તારમાં ગોદાવરીબેન પ્રવિણભાઈ ચૌહાણના ઝૂંપડામાંથી 15 લીટર દેશી દારૂ, 110 લીટર કાચો આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.5,900નો મુદ્દામાલ જપ્ત થયો હતો. જોકે આરોપી મહિલા સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી.

 બીજા બનાવમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ગુજરીબેન રણછોડભાઈના રહેણાંકમાંથી 5 લીટર દારૂ અને 80 લીટર કાચો આથો મળી કુલ રૂ.3,200નો મુદ્દામાલ જપ્ત થયો હતો, જ્યારે આરોપી મહિલા હાજર મળી નહોતી.

 ત્રીજા બનાવમાં આ જ વિસ્તારમાં આરતીબેન શુકલભાઈ વઢીયારના ઝૂંપડામાંથી 10 લીટર દારૂ તથા 80 લીટર આથો મળી કુલ રૂ. 4,200નો મુદ્દામાલ જપ્ત થયો હતો. આ કેસમાં પણ આરોપી ફરાર છે.

 ચોથા બનાવમાં સત્યમ કોલોની નજીક જાહેરમાં મોટરસાયકલ પર દેશી દારૂ લઈને જતા સોમુભાઈ સગાભાઈ રવશી ચારણ (ઉ.વ. 25)ને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 30 લીટર દારૂ તથા વાહન મળી કુલ રૂ.56,000નો મુદ્દામાલ જપ્ત થયો હતો, જ્યારે તેનો સાથી રવિભાઈ બાવરી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

 આ તમામ બનાવોમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.