એલર્ટ! અજાણ્યાને કારમાં બેસાડવા નહીં, જુઓ ઈન્દોરના પ્રોફેસર સાથે બની ચોંકાવનારી ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : ઇન્દોરથી કારમાં એકલા આવી રહેલા આસિ.પ્રોફેસરને કંપની માટે અજાણ્યા મુસાફરને સાથે બેસાડવાનું ભારે પડયું હતું. ઠગે તેમને બેભાન બનાવીને દાગીના અને ક્રેડિટ કાર્ડથી ટ્રાન્જેક્શન કરી 4 લાખ ઉપરાંતની ઠગાઇ કરતાં પોલીસ ફરિયાદ કરી છે.
ઇન્દોરની વિહાર કોલોનીના વતની અને હાલમાં વડોદરાના વાઘોડિયારોડ વિસ્તારમાં વક્રતુંડ બ્લેસમાં રહી પારુલ યુનિ.માં આસિ. પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કુશ ભુષણવારે પોલીસને કહ્યું છે કે, મારે કાર લઇને એક મેના રોજ વડોદરા આવવાનું હોવાથી કંપની મળે તે હેતુથી મુસાફર માટે ખાનગી એપમાં વિગતો મુકી હતી.જેથી સુખી નામના એક યુવકે મારો સંપર્ક કર્યો હતો.
હું અને સુખી ઇન્દોરથી નીકળ્યા બાદ દાહોદ ખાતે હોટલમાં બ્રેક લીધો હતો.જ્યાં સુખીએ સિગારેટ પીધી હતી અને મેં આઇસ્ક્રિમ ખાધો હતો.ત્યારબાદ સુખી એ હું કાર ચલાવી લઉં તેમ કહી કાર ચલાવી હતી.મને ઊંઘ આવી ગઇ હતી અને આંખ ખૂલી ત્યારે સાંજે મારી કાર ગોલ્ડન ચોકડી નજીક એક સાઇડમાં હતી.અંદર સુખી નહતો અને મારા હાથમાંથી ત્રણ વીંટી અને ચેઇન,મોબાઇલ અને એટીએમ,ક્રેડિટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ નહતા.
બે ત્રણ દિવસ બાદ મેં નવું સિમ લઇ મોબાઇલ ચાલુ કરતાં મારા ક્રેડિટ કાર્ડમાંથી 2.40 લાખના ટ્રાન્જેક્શન થયા હોવાનું જણાઇ આવ્યું હતું.જો કે આ બનાવની ફરિયાદ પાંચ મહિના પછી પોલીસે નોંધી છે.









