Gujarat

વડોદરા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા વીસીની નિમણૂકની કવાયત, વર્તમાન વીસીનું એક્સ્ટેન્શન નવેમ્બરમાં પુરું થશે

By GS Team
13 Aug 20251 min read
This article was originally published on 13 Aug 2025
TukuTouch Logo
વડોદરા ખસેડાયેલી સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલરની નિમણૂકની કવાયત શરુ થઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા વીસીની નિમણૂકની કવાયત, વર્તમાન વીસીનું એક્સ્ટેન્શન નવેમ્બરમાં પુરું થશે

Vadodara : વડોદરા ખસેડાયેલી સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલરની નિમણૂકની કવાયત શરુ થઈ ગઈ છે.

સૂત્રોનું કહેવું છે કે, નવા વાઈસ ચાન્સેલરની નિમણૂક માટેની પાંચ સભ્યોની સર્ચ કમિટિએ પાંચ ઉમેદવારોના નામ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રીને ત્રણ મહિના પહેલા સુપરત પણ કરી દીધા છે. હવે આ પાંચમાંથી એક નામની જાહેરાત કરવાની બાકી છે. જોકે કોઈ કારણસર સરકાર નવા વીસીની પસંદગી ટાળી રહી છે.

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરની મુદત પાંચ વર્ષની હોય છે. વડોદરા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીના હાલના વાઈસ ચાન્સેલર પ્રો.રમાશંકર દુબેની પાંચ વર્ષની મુદત પૂરી થઈ ગઈ છે અને તેમને હાલમાં એક વર્ષનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે.તેમનું આ એક્સ્ટેન્શન પણ નવેમ્બર મહિનામાં પૂરું થવા જઈ રહ્યું છે. આમ નવેમ્બર મહિના સુધીમાં સરકારને નવા વાઈસ ચાન્સેલરના નામની જાહેરાત કરવી પડશે.

ગુજરાતની પહેલી સેન્ટ્રલ યુનિવર્સિટીના આગામી વાઈસ ચાન્સેલર તરીકે ગુજરાતના કે ગુજરાત બહારના અધ્યાપકની પસંદગી થશે તે બાબતે અટકળો થઈ રહી છે. કારણે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના વરિષ્ઠ અધ્યાપકો પણ સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બનવાની રેસમાં સામેલ છે.