Gujarat

વસંત ઋતુમાં અનુકૂળ તાપમાન અને પ્લાન્ટસની હાજરીના કારણે મસીનો ઉપદ્રવ વધી જાય છે

By GS Team
15 Feb 20222 mins read
This article was originally published on 15 Feb 2022
વસંત ઋતુમાં અનુકૂળ તાપમાન અને પ્લાન્ટસની હાજરીના કારણે મસીનો ઉપદ્રવ વધી જાય છે

વડોદરાઃ વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી મસીનો ઉપદ્રવ વધી ગયો છે અને વાહન ચાલકો ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો અને રાહદારીઓ તેનાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે.જો ચશ્મા કે ગોગલ્સ ના પહેર્યા હોય તો મસી આંખોમાં પણ પડતી હોય છે.

એમ.એસ.યુનિવર્સિટીના ઝૂલોજી વિભાગના સિનિયર પ્રોફેસર ડો.પ્રજ્ઞાા પરીખનુ કહેવુ છે કે, વસંત ઋતુના અનુકૂૂળ ટેમ્પરેચરના કારણે મોટી સંખ્યામાં તેમનુ પ્રજનન થયુ હોય છે અને મસીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે.આ દરમિયાન તેઓ સવારે આઠ થી દસ અને બપોરે બે થી ચાર દરમિયાન પવન જે દિશામાં હોય તે દિશામાં જ ઉડે છે અને ફૂલોવાળા પ્લાન્ટસ પર બેસીને તે પાંદડા તેમજ ફૂલોનો રસ ચૂસે છે.જોકે તે લગભગ ૫૦૦ જેટલા પ્લાન્ટસ માટે નુકસાન કરતા છે.કારણકે તે વાયરસની વાહક છે અને એક પ્લાન્ટસનો વાયરસ બીજા પ્લાન્ટસ પર ફેલાવે છે.

ડો.પરીખના કહેવા વૈજ્ઞાાનિક ભાષામાં મસીને એફિડસ કહેવામાં આવે છે.દુનિયામાં તેની ૫૦૦૦થી વધારે પ્રજાતિઓ છે.મસી પાર્થીનો જેનિટક કેટેગરીમાં આવતુ જંતુ છે.જેનો મતલબ કે માદા કે નરને પ્રજનન માટે એક બીજાની જરુર પડતી નથી.એક પુખ્ત વયની મસી એક સપ્તાહમાં ૮૦ જેટલા ઈંડા મુકી શકે છે.તેનો જીવનકાળ એકાદ મહિનાનો હોય છે.આ દરમિયાનમાં તેને પાંખો ફૂટે પછી તે એક સ્થળેથી બીજા સ્થળે લાખોની સંખ્યામાં ઉડે છે.જોકે પાંખો સાવ નાજુક હોવાથી લાંબા સમય માટે ટકતી નથી.

તેમનુ કહેવુ છે કે, વસંત ઋતુમાં અનુકુળ ટેમ્પરેચર, ખોરાક તરીકે મળી રહેતા પ્લાન્ટસના કારણે તેનો ઉપદ્રવ વધી જાય છે અને ગરમી વધતા જ તે ખતમ પણ થઈ જાય છે.જે રીતે રોજ તાપમાન વધી રહ્યુ છે તે જોતા લાગે છે કે, બે કે ત્રણ દિવસમાં તેની સમસ્યા દૂર થઈ જશે.ગરમીમાં મસી જીવતી રહી શકતી નથી.