Gujarat

ખાનગી એમ્બ્યુલન્સના ચાલકની સિક્યુરિટીને મારવાની ધમકી

By GS TEAM
18 Oct 20251 min read
ખાનગી એમ્બ્યુલન્સના ચાલકની સિક્યુરિટીને મારવાની ધમકી

વડોદરા,સયાજી હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સના ચાલકોની દાદાગીરી વધી ગઇ છે.  એક ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે  હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને ધમકી આપવામાં આવી છે.

ખાનગી  એમ્બ્યુલન્સના ચાલકો સયાજી હોસ્પિટલમાં  અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે. આ એમ્બ્યુલન્સના ચાલકો દર્દીઓને ડરાવીને ખાનગી હોસ્પિટલમાં લઇ જતા હોવાના આક્ષેપો પણ થાય છે. કેટલાક લોકો  પ્રાઈવેટ પાસગની કાર પણ એમ્બ્યુલન્સમાં ફેરવે છે. જ્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેઓને રોકવામાં આવે  ત્યારે તકરાર થતી હોય છે.  આ અંગે પોલીસને વારંવાર જાણ કરવા છતા  કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.