અમદાવાદમાં હત્યા કર્યા બાદ જેલમાંથી ફરાર કેદી સાત મહિના બાદ સ્કૂટર ચોરીના કેસમાં વડોદરા પોલીસના હાથે પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : અમદાવાદના હત્યા કેસમાં જેલમાંથી ફરાર થયેલા કેદીને વડોદરા પોલીસે વાહનચોરીના કેસમાં એક સાગરીત સાથે ઝડપી પાડ્યો છે.
ન્યુ વીઆઇપી રોડ પર સાધુ વાસવાની સ્કૂલ પાસેથી પોલીસે સ્કુટર ઉપર જતા વિજય ઉર્ફે વીકી સુરેશભાઈ દંતાણી (રહે-સાધુ વાસવાણી સ્કૂલ પાછળ ન્યુ વીઆઇપી રોડ તેમજ ચંડોળા તળાવ પાસે ઇસનપુર અમદાવાદ) તેમજ કરણ કૌશિકભાઈ સોલંકી (સંતોષીનગર ન્યુ વીઆઇપી રોડ)ને ઝડપી પાડ્યા હતા.
પોલીસની પૂછપરછ તપાસ દરમિયાન બંને પાસેથી રોકડા રૂ.26,200 મળી આવ્યા હતા. જે રકમ એમણે સાત દિવસ પહેલા જુના પાદરા રોડની એક ટ્રસ્ટની ઓફિસમાંથી ચોરી કર્યાની હોવાની કબુલાત કરી હતી. આવી જ રીતે તેમની પાસેનું સ્કૂટર પણ 15 દિવસ પહેલા એલએન્ડટી સર્કલ પાસે ચોરી કર્યાની વિગતો બહાર આવી હતી.
પોલીસે વધુ પૂછપરછ કરતા વિજય વર્ષ 2021 માં ચંડોળા તળાવ ખાતે થયેલી હત્યાનો આરોપી હોવાની અને સાત મહિના પહેલા દસ દિવસ માટે વચગાળાના જામીન પર છુક્યા બાદ ફરાર થઈ ગયો હોવાથી વિગતો બહાર આવી હતી.








