Get The App

અમદાવાદમાં જનગણના-૨૦૨૭ની તૈયારી, બાર હજાર ગણતરીદાર, બે હજાર સુપરવાઈઝરની નિમણૂંક

તમામ ૪૮ વોર્ડમાં આવેલી શાળાઓ,કોમ્યુનિટી હોલમાં હાલમાંઅપાઈ રહેલી તાલિમ

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં જનગણના-૨૦૨૭ની તૈયારી, બાર હજાર ગણતરીદાર, બે હજાર સુપરવાઈઝરની નિમણૂંક 1 - image

        


અમદાવાદ,શુક્રવાર,15 મે,2026

અમદાવાદમાં જનગણના-૨૦૨૭ની વ્યાપક તૈયારી ચાલી રહી છે.બાર હજાર ગણતરીદાર અને બે હજાર સુપરવાઈઝરોની વોર્ડ વાઈસ નિમણૂંક કરવામા આવી છે.તમામ ૪૮ વોર્ડમાં આવેલી શાળાઓ,કોમ્યુનિટી હોલમાં હાલમાં તાલિમ અપાઈ રહી છે.શહેરમાં પહેલી જૂનથી ઘરયાદી અને મકાન ગણતરીનુ કામ ૩૦ જૂન સુધી ચાલશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સેન્સસ વિભાગમાંથી મળતી વિગત મુજબ, અત્યારસુધીમાં ૭૫૦૦ કર્મચારીઓને તાલિમ આપવામા આવી છે. ૨૧ મે સુધીમા તાલિમ પ્રક્રીયા પુરી કરવામા આવશે.નાગરિકો સ્વ ગણના ભારત સરકારના સત્તાવાર પોર્ટલ ઉપર ૧૭ મેથી ૩૧મે-૨૬ સુધીમા  સ્વંય નોંધાવી શકશે.જનગણનાની કામગીરી સાથે સંકળાયેલા અને તાલિમમા ગેરહાજર રહેનારા અથવા હુકમનો અનાદર કરનારા કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ સહિતની શિક્ષાત્મક કાર્યવાહી કરવામા આવશે.કામગીરી માટે વોર્ડ દીઠ ઓફિસરોની નિમણૂંક કરાઈ છે.