Gujarat

સુરતમાં આવતીકાલે ડિજિટલ વસ્તી ગણતરી વસ્તી ગણતરી માટે પ્રિ ટેસ્ટ લોન્ચ થશે

By GS TEAM
9 Nov 20252 mins read
TukuTouch Logo
દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ સુરતથી થઈ રહ્યો છે આવતીકાલ સોમવારે ડિજિટલ વસ્તી ગણતરી માટે પ્રિ ટેસ્ટ આજે લોન્ચ કરવામાં આવશે, ડિજિટલ વસ્તી ગણતરીનું લોન્ચિંગ પણ ડિજિટલ થશે અને ગુજરાતના મુખ્યમંત્રી આ કામગીરીને ઓનલાઈન લોન્ચ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં આવતીકાલે ડિજિટલ વસ્તી ગણતરી વસ્તી ગણતરી માટે  પ્રિ ટેસ્ટ  લોન્ચ થશે

દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ સુરતથી થઈ રહ્યો છે  આવતીકાલ સોમવારે ડિજિટલ વસ્તી ગણતરી માટે  પ્રિ ટેસ્ટ આજે લોન્ચ કરવામાં આવશે, ડિજિટલ વસ્તી ગણતરીનું લોન્ચિંગ પણ ડિજિટલ થશે અને ગુજરાતના મુખ્યમંત્રી આ કામગીરીને ઓનલાઈન લોન્ચ કરશે. 

ભારત સરકાર દ્વારા  વસ્તી ગણતરી કરવા માટે પહેલી વખત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડિજિટલ વસ્તી ગણતરી માટે રાજ્યમાં એકમાત્ર સુરત શહેરમાં અને તે પણ સ્લમ એરિયા આવતો હોય એ પ્રકારે સિટી સર્વે બ્લોક ની પસંદગી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેવગઢ બારિયાના 26 ગામ, મોરબીના ટંકારાના 25 ગામ મળીને માત્ર ત્રણ વિસ્તારની પસંદગી કરવામાં આવી છે.

શહેરી વિસ્તારમાં એક માત્ર સુરતના સીટી સર્વે વોર્ડ નંબર 2ની પસંદગી કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ સીટી સર્વે વોર્ડ મા આવતી મિલ્કતનું ડિજિટલ મેપીંગ કરવામા આવશે આ પહેલા અધિકારી, કર્મચારીઓને ડિજિટલ નકશા આપી કામગીરી કરવામાં આવશે. સુરતમાં ડિજિટલ વસ્તી ગણતરીના પાયલોટ પ્રોજેક્ટ માટે  સેન્ટ્રલ ચાર્જ ઓફિસર, સુપરવાઇઝર, ગણતરી દાર ને જવાબદારી સોંપવામા આવી છે. આ સાથે પાલિકાના સેન્સસ વિભાગના 170 કર્મચારીના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. 

આ કર્મચારીઓને ત્રણ દિવસ માટે સુરત અડાજણના દિવાળી બાગ ખાતે આવેલી શાળામાં   પ્રિ ટેસ્ટની કામગીરી ની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ બાદ કર્મચારીઓના મોબાઈલમાં વસ્તી ગણતરી માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો છે તે પણ ડાઉન લોડ કરી દેવામા આવ્યું છે. પાલિકાના 170 કર્મચારીઓ ડિજિટલ વસ્તી ગણતરી માટે તૈયારી કરી ચુક્યા છે.  આવતીકાલે સવારે 11:15 વાગ્યે ડિજિટલ વસ્તી ગણતરીના પ્રિ ટેસ્ટ 2027નું લોન્ચિંગ ઈવેન્ટ રાખવામા આવ્યુ છે.  ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ડિજિટલ માધ્યમથી આ કાર્યક્રમને લોન્ચ કરશે. 

આ ડિજિટલ વસ્તી ગણતરી માટે  પ્રિ-ટેસ્ટમાં ઘરોનું મેપિંગ કરવાનું, ઘરમાં વ્યક્તિની સંખ્યા, મકાનની ગણતરી, કેટલી સુવિધા છે, વોશરૂમ, લાઇટિંગ જેવી સુવિધા છે કે કેમ એની વિગતો ભેગી કરવામાં આવશે અને. મોબાઇલ થકી જ ડિજિટલ મેપિંગ, ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવશે. કર્મચારીઓ વોર્ડ વિસ્તારમાં જઈને મોબાઇલ પર હાઉસ મેપિંગ કરશે અને તે કામગીરી 30 નવેમ્બર સુધીમાં પુરી કરી દેવાની રહેશે.