Gujarat

હિલડ્રાઈવ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

By GS TEAM
6 May 20261 min read
હિલડ્રાઈવ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

પીજીવીસીએલ અને જેટકોના સબ સ્ટેશનમાં ફોલ્ટ

મોડી રાત્રે ૧૫ મિનિટથી એક કલાક સુધી લાઈટ નહી હોવાથી ગરમીમાં નાગરિકો અકળાયા

ભાવનગર - શહેરના પીજીવીસીએલ અને જેટલોના સબ સ્ટેશનમાં ગત મોડી રાત્રે ફોલ્ટ સર્જાતા હિલડ્રાઈવ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ગત મોડી રાત્રે ૧૫ મિનિટથી કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો આકરી ગરમીમાં અકળાયા હતા. બીજી તરફ વીજ કચેરીના ફોલ્ટ સેન્ટરનો નંબર પણ બંધ રહેતો હોવાની રાવ ઉઠી  હતી.

શહેરના સરદારનગર વિસ્તારમાં ખોદકામ કર્યું હોવાના લીધે ગત મોડી રાત્રે વીજ કેબલ બ્લાસ્ટ થયાં હતા અને તેના કારણે જેટકોના વરતેજ ૬૬ કેવી સબ સ્ટેશનમાં ફોલ્ટ સર્જાયો હતો અને તેના કારણે શહેરના હિલડ્રાઈવ સબ ડિવિઝન હેઠળના જુદાં-જુદાં વિસ્તારોમાં ગત મધ્ય રાત્રિના ૧૫ મિનિટથી લઈને એક કલાક સુધી વીજળી ગૂલ થઈ હતી. અડધી રાત્રે વીજળી ગૂલ થતાં આકરી ગરમીમાં લોકો અકળાયા હતા અને બીજી તરફ ફોલ્ટ સેન્ટરનો નંબર પણ બંધ આવતો હોવાથી વીજતંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે મોડી રાત્રે ફોલ્ટનું નિવારણ આવી જતા વીજ પુરવઠો પૂર્વવત થયો હતો.