Gujarat
યુ ટયુબર પરિણીતાનો અશ્લીલ વીડિયો વાયરલ કર્યા
By GS TEAM
5 Jun 20261 min read

વડોદરા,યુ ટયુબર મહિલાનો મોર્ફ કરેલા અશ્લીલ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર યુ ટયુબર સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર રિલ મૂકતી પરિણીતાને થોડા સમય અગાઉ એક યુ ટયુબર સાથે માથાકૂટ થઇ હતી. ત્યારબાદ તે યુ ટયુબર દ્વારા પરિણીતાના મોર્ફ કરેલા ફોટા અને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા હતા.જે વીડિયો પરિણીતાના ધ્યાને આવતા તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મકરપુરા પોલીસે યુ ટયુબરની શોધખોળ શરૃ કરી છે.








