Get The App

નર્મદા કેનાલની નબળી સફાઈથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં રોષ

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
નર્મદા કેનાલની નબળી સફાઈથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં રોષ 1 - image

- કેનાલમાં બાવળની ઝાડીઓથી દિવાલો તૂટવાનો ભય

- 2 વર્ષે કેનાલમાં પાણી બંધ કરી માત્ર સરકારી ચોપડે સફાઈ થતી હોવાના ખેડૂતોનો આક્ષેપ

ધ્રાંગધ્રા : નર્મદા કેનાલ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે, પરંતુ ધ્રાંગધ્રા પંથકમાં કેનાલની જાળવણીના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મોરબી અને માળિયા બ્રાન્ચ કેનાલોમાં દર વર્ષે ઉનાળા દરમિયાન સફાઈ માટે પાણી બંધ કરવામાં આવે છે, તેમ છતાં પરિસ્થિતિ જસની તસ જોવા મળી રહી છે.

વર્ષે સફાઈની કામગીરી થતી હોવા છતાં કેનાલની અં ર અને કિનારાના રસ્તે મોટા પ્રમાણમાં બાવળની ઝાડીઓ ઊગી નીકળી છે. આ વનસ્પતિને કારણે પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે. ખેડૂતોને સતત એ ભય સતાવી રહ્યો છે કે ઝાડીઓના મૂળને કારણે કેનાલની િ વાલોમાં ગાબડાં પડી શકે છે, જે ભવિષ્યમાં મોટા નુકસાનનું કારણ બની શકે છે.

સ્થાનિક ખેડૂતોએ નર્મદા વિભાગ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સફાઈની કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહે છે. લાખોના ખર્ચ પછી પણ જો કેનાલમાં ઝાડીઓ ઊભી હોય, તો તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા થાય છે. ખેડૂતોએ આ બાબતે યોગ્ય તપાસ કરી સત્વરે કેનાલને અવરોધમુક્ત કરવાની માંગ કરી છે.