Get The App

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર પદયાત્રીઓના કેમ્પના સ્થળે એકત્ર થતો પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવા માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર પદયાત્રીઓના કેમ્પના સ્થળે એકત્ર થતો પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવા માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું 1 - image

Jamnagar : આગામી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને દ્વારકાધીશજીના મંદિરમાં ઉજવવામાં આવનારા ફૂલડોલ મહોત્સવ 2026 અન્વયે જામનગરથી દ્વારકા જતા પદયાત્રીઓ તથા સેવા કેમ્પના સ્થળે ઉત્પન્ન થતા પ્લાસ્ટિક વેસ્ટના કલેક્શન અર્થે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વિવિધ ઔધ્યોગિક એકમોના સહયોગથી પ્લાસ્ટિક વેસ્ટ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 

જેમાં જામનગર અને દ્વારકા સ્થિત ઉદ્યોગો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી., નયારા એનર્જી લી., ટાટા કેમિકલ્સ લી., એસ્સાર કંપની, આર.એસ.પી.એલ. લી., દિગ્વિજય સિમેન્ટ કંપની તથા અમદાવાદ સ્થિત નેપ્રા એન્વાયરમેન્ટલ સોલ્યુશન કંપની દ્વારા તેઓના સી.એસ.આર. તથા સી.ઈ.આર. અંતર્ગત જામનગરથી દ્વારકા હાઈવે ઉપર પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન કરી તેનું વૈજ્ઞાનિક ઢબે સિમેન્ટ પ્લાન્ટમાં કો-પ્રોસેસીંગ કરવામાં આવી રહ્યું છે.