Get The App

સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ!  કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ 1 - image

Vadodara : સંખેડા પોલીસ સ્ટેશને કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ડભોઇ ખાતે રહેતા પ્રમોદ પાંડે નામના શખ્સે પૂછપરછ દરમિયાન આ જથ્થો વડોદરાના આશિષ જોષીએ મંગાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે પ્રોહીબિશન અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 આ ઘટનાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીએ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢતા જણાવ્યું હતું કે, ભાજપને હારનો ભય સતાવી રહ્યો હોવાથી તેમને ષડયંત્રપૂર્વક ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આયોજનબદ્ધ રીતે તેમના વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

 આશિષ જોષીએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આરોપી સહિત સંબંધિત લોકોનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે જેથી સત્ય બહાર આવે. તેમણે સત્તાધારી પક્ષના નેતાઓના ઇશારે કાર્યવાહી થવાની શંકા વ્યક્ત કરી હતી. ભૂતકાળમાં પણ પોલીસે ખોટા કેસો બનાવ્યાના આક્ષેપો કરતા તેમણે કહ્યું કે, આ મામલે જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી લડત લડશે.

 અંતમાં તેમણે મતદારોને અપીલ કરી કે, આવતીકાલે મતદાનમાં ભાગ લઈ પરિવર્તન લાવે અને સત્યને સમર્થન આપે.