Gujarat

ચોથા માળે ધાર ઉપર બેઠેલા સગીરનો વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી

By GS TEAM
10 Nov 20251 min read
ચોથા માળે ધાર ઉપર બેઠેલા સગીરનો વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી

મકરપુરા બસ ડેપો પાસે આવેલ એક કોમ્પ્લેક્સમાં ચોથા માળે સગીર વિદ્યાર્થી જોખમી રીતે બેઠેલો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો.

આ ઘટનાની જાણ થતા તરત જ મકરપુરા પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે, ચોથા માળે બેઠેલો વિદ્યાથી ત્યાંના જ ટ્યુશન ક્લાસમાં ભણતો ૧૩ વર્ષનો સગીર હતો. પોલીસ દ્વારા પુછપરછ કરતા વિદ્યાથીએ જણાવ્યું કે, અમે ઘણી વખત આવી રીતે બેસીએ છીએ. ઘટનાની ગંભીરતા સમજાવી પોલીસે બાળકને માફીનામું લખાવી રવાના કર્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીના વાલીને બોલાવી સમજાવ્યા હતા કે, આવી જોખમી હરકતથી જીવને ખતરો ઊભો થઈ શકે છે. વાલીઓએ પણ લેખિત બાહેધરી આપી કે, તેમનો પુત્ર ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહીંકરે. બિલ્ડિંગની ઊંચાઈને કારણે વિદ્યાર્થીઓને ગેલેરીની ધારે બેસવા દેવામાં આવે તો દુર્ઘટનાની શક્યતા હોઈ પોલીસે ટ્યુશન ક્લાસીસના સંચાલકોને પણ જરૂરી તકેદારી રાખવા સૂચના આપી છે.