Gujarat

પોલીસે રોકડ, મોબાઇલ સહિત રૂ. 1.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

By GS TEAM
5 Oct 20251 min read
પોલીસે રોકડ, મોબાઇલ સહિત રૂ. 1.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

- બાવળાના કલ્યાણગઢમાં જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા

બગોદરા : બાવળા તાલુકાના કલ્યાણગઢ ગામની લાખાહરની સીમમાં પોલીસે દરોડો પાડી ૧૧ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ સહિતનો રૂ.૧.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી ધરી છે. 

કલ્યાણગઢ ગામની લાખાહરની સીમમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે તેવી બાતમીના આધારે ?બગોદરા પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પોલીસે ૧૧ શખ્સોને ઝડપી આરોપીઓ પાસેથી ?રોકડા રૂ.૬૦,૬૮૦, ?૧૦ મોબાઇલ કિં.રૂ. ૪૫,૫૦૦ મળી કુ.રૂ.૧,૦૬,૧૮૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઃ (૧) રવિન્દ્રભાઇ પ્રતાપભાઇ મકવાણા (રહે. બગોદરા), (૨) મહેશભાઇ ઝાલુભાઇ ડાભી (રહે. બગોદરા), (૩) રાજુભાઇ કાળુભાઇ કોળીપટેલ (રહે. ગોકુળનગર, ધોળકા), (૪) જગદીશભાઇ વાઘજીભાઇ મકવાણા (રહે. ભેટાવાડા, ધોળકા), (૫) માતમભાઇ વિરમભાઇ ભરવાડ (રહે. ધોળકા), (૬) મહાવિરભાઇ વિરમભાઇ રાજમલ (રહે. સિમેજ, ધોળકા), (૭) શામજીભાઇ કાશીરામભાઇ પટેલ (રહે. રાણેસર, બાવળા), (૮) બળવંતભાઇ હોથીભાઇ રાઠોડ (રહે. કલ્યાણગઢ), (૯) રમેશભાઇ બળદેવભાઇ સોલંકી (રહે. કઠોડા, માતર), (૧૦) તુષારભાઇ કચરાભાઇ સોલંકી (રહે. કઠોડા, માતર), (૧૧) સુરેશભાઇ પ્રતાપભાઇ ગોહેલ (રહે. મલીયાતજ, વસૌ)નો સમાવેશ થાય છે.