Gujarat

વડોદરામાં મોડી રાત્રે ધુમાડ ગામ નજીક દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી : 13.15 લાખના દારૂ સાથે 10 ઝબ્બે

By GS TEAM
9 May 20261 min read
TukuTouch Logo
13.15 લાખનો દારૂ કબજે, 10 આરોપીઓ ઝડપાયા: કુલ 78.93 લાખનો મુદ્દા માલ જપ્ત

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં મોડી રાત્રે ધુમાડ ગામ નજીક દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી : 13.15 લાખના દારૂ સાથે 10 ઝબ્બે

Vadodara Liquor Raid : વડોદરામાં મંજુસર પોલીસની માહિતી મળી હતી કે ડુમાડથી છાણી તરફ જતા રોડ પર આવેલા મહેન્દ્રા ટેકટરના શો રૂમની સામેની પાર્કિંગની ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા આરોપીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પરંતુ પોલીસે કોર્ડન કરીને દસ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી આખું રેકેટ બહાર પાડ્યું હતું. પોલીસ દ્વારા કુલ 11,172 દારૂની બોટલ-બિયરના કેન કિંમત રૂ.13,15320 નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન 10 મોબાઈલ ફોન કિંમત અંદાજે રૂ.3,40,000, અલગ અલગ વાહન મળી 78.93 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ મામલે કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓમાં હિતેન કમલેશભાઈ કુલવાણી, હિમરાજસિંહ ઉર્ફે શક્તિ રવિન્દ્રસિંહ વાઘેલા, જયદીપસિંહ કમલસિંહ રાજપૂત, પ્રભુસિંહ નટુસિંહ રાવત, જીતેન્દ્ર કમલલાલ મોટવાણી, અનિલભાઈ કાળાભાઈ બાબોર, કમલભાઈ કાળાભાઈ નીનામા, કનુભાઈ મુરાભાઈ બાબોર, જયવંતભાઈ કનુભાઈ બાબોર, અજય રણછોડભાઈ નીનામા તથા નુરમિંયા નામના આરોપીઓનો સમાવેશ થાય છે. દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા કેટલાક આરોપીઓ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, હાંફેશ્વર અને રાજસ્થાનના બાંસવાડા વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.