Gujarat

જામનગર શહેર અને સિક્કામાં જુગાર અંગે પોલીસના બે સ્થળે દરોડા : પાંચ મહિલાઓ સહિત નવ જુગારીઓ પકડાયા

By GS TEAM
4 Nov 20251 min read
TukuTouch Logo
જામનગર શહેર અને સિક્કામાં ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ સહિત 9 જુગારીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી જુગારનો સામાન કબજે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને સિક્કામાં જુગાર અંગે પોલીસના બે સ્થળે દરોડા : પાંચ મહિલાઓ સહિત નવ જુગારીઓ પકડાયા

Jamnagar Gambling Raid : જામનગર શહેર અને સિક્કામાં ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ સહિત 9 જુગારીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી જુગારનો સામાન કબજે કર્યો છે.

 જુગાર અંગેનો પ્રથમ દરોડો જામનગરમાં રામેશ્વર નજીક શાંતિનગર શેરી નંબર-4 માં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી રક્ષાબેન કિશોરભાઈ સોમૈયા, નયનાબેન જગદીશભાઈ મકવાણા, હંસાબેન કિશોરભાઈ ત્રિવેદી, સંગીતાબેન મનીષભાઈ ગંગાજળિયા, તેમજ કંચનબા નાથુભા જાડેજાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

 જુગાર અંગેનો બીજો દરોડો જામનગર તાલુકાના સિક્કા ગામમાં શબ્બીરી ચોકમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા સુલેમાન અબ્દુલભાઈ અલવાણી, જાવેદ ફારુકભાઈ સંઘાર, અસગર એલીયાસ વાઘેર તેમજ ઇશાક અલીભાઈ સંઘારની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.