Gujarat

જામનગર શહેર અને લાલપુરના હરીપરમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 15 પત્તાપ્રેમીઓ પકડાયા

By GS TEAM
21 Dec 20252 mins read
TukuTouch Logo
જામનગર શહેર અને લાલપુરના હરીપર ગામમાં પોલીસે જુગાર અંગે જુદા જુદા ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને પાંચ મહિલાઓ સહિત 15 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે. જામનગરમાં એક રહેણાંક મકાનમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ પકડાઈ છે. લાલપુરના હરીપર ગામમાં એલસીબીએ જુગાર અંગે દરોડો પાડી 6 શખ્સો ને ઝડપી લીધા છે, જ્યારે અન્ય એક જુગારના દરોડામાં 3 શખ્સો પકડાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને લાલપુરના હરીપરમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 15 પત્તાપ્રેમીઓ પકડાયા

જામનગર શહેર અને લાલપુરના હરીપર ગામમાં પોલીસે જુગાર અંગે જુદા જુદા ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને પાંચ મહિલાઓ સહિત 15 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે. જામનગરમાં એક રહેણાંક મકાનમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ પકડાઈ છે. લાલપુરના હરીપર ગામમાં એલસીબીએ જુગાર અંગે દરોડો પાડી 6 શખ્સો ને ઝડપી લીધા છે, જ્યારે અન્ય એક જુગારના દરોડામાં3 શખ્સો પકડાયા છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમવા સૌ પ્રથમ લાલપુર તાલુકાના હરીપર ગામમાં જુગાર નો દરોડો પાડ્યો હતો. ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા મનોજ નથુભાઈ રાઠોડ, બાબુભાઈ કાનજીભાઈ કછેટીયા, મુકેશ પ્રાગજીભાઈ ખાણધર જગદીશ નાનજીભાઈ કછટીયા, ધર્મેન્દ્ર વાલજીભાઈ કછટીયા, અને ગોપાલ જેરામભાઈ કણજારીયા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 1,55,500ની રોકડ રકમ, છ નંગ મોબાઈલ ફોન અને એક ઇકો કાર સહિત રૂપિયા 4,85,500ની માલમતા કબજે કરી છે.

જુગાર અંગેનો બીજો દરોડો જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ક્રિષ્ના પાર્ક શેરી નંબર -2માં પાડ્યો હતો. જ્યાં રહેતા જીતુભા ગોવુભા જાડેજાના મકાન પર દરોડો પાડયો હતો, અને મકાનની અંદર ગંજીપાનના વડે જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ નયનાબેન રાજેશભાઈ બુદ્ધ, નીલમબા નરેન્દ્રસિંહ જાડેજા, અંકિતાબેન અમિતભાઈ, અરુણાબેન મનસુખભાઈ હરિયા, અને ચેતનાબેન વિજયભાઈ ગજ્જર તેમજ જીતુભા જાડેજા વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા એક લાખની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જુગાર અંગેનો ત્રીજો દરોડો જામનગરમાં શંકર ટેકરી નવી નિશાળ પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સુલતાન ઓસમાણભાઈ રતનિયા, ઈશા કાસમભાઇ ખ્યાર અને સબીર ઓસમાણભાઈ ખ્યાર ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,050ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.