Gujarat

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : આરોપી ફરાર

By GS TEAM
20 Mar 20261 min read
TukuTouch Logo
જામનગરમાં ભોયવાડા નજીક નવા કુંભારવાડા વિસ્તારમાં રહેણાક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે પોલીસે દરોડો પાડ્યો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : આરોપી ફરાર

Jamnagar Liquor Case : જામનગરમાં ભોયવાડા નજીક નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા મયુર ઉર્ફે લક્કી નરોત્તમભાઈ મંડલી નામના શખ્સએ પોતાના રહેણાક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે પોલીસે દરોડો પાડ્યો હતો.

 જે દરોડા દરમિયાન લક્કીના રહેણાંક મકાનમાંથી 12 નંગ મોટી અને 48 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા 10,800 ની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લીધો છે, જયારે આરોપી મયુર મંડલી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કર્યો છે, અને શોધખોળ હાથ ધરી છે.