જામનગર શહેર અને લાલપુર પંથકમાં પોલીસના દારૂ અને જુગાર અંગે 15 સ્થળે દરોડા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ લાલપુરના ગ્રામ્ય પંથકમાં પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે દારૂ અને જુગારની પ્રવૃત્તિના સંદર્ભમાં મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી, અને અલગ અલગ 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રૂપિયાની હારજીત કરી રહેલા સાત વરલી ભક્તોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી વરલી મટકાનો સામાન કબજે કર્યો છે.
આ ઉપરાંત દેશી દારૂની પ્રવૃત્તિ ચલાવી રહેલી કેટલીક મહિલાઓના ઝુંપડા વગેરે સ્થળે દરોડા પાડ્યા હતા અને ગઈકાલે જામનગર શહેર અને લાલપૂર પંથકમાં દારૂ અંગે આઠ સ્થળે દરોડા પાડ્યા છેઝ અને પાંચ મહિલા સહિત તમામ સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.









