વડોદરા,વ્યાજ વસુલાતના બહાને મહિલાની બાપોદ વિસ્તારમાં આવેલી જમીનનો દસ્તાવેજ કરાવી લઇ રૃપિયા નહી ંચૂકવવાના કેસમાં પોલીસે માત્ર વ્યાજખોરીનો જ ગુનો દાખલ કર્યો હતો. મહિલાએ આ અંગે પુરાવા રજૂ કરી ગૃહખાતા અને મહિલા આયોગમાં ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે.
આજવારોડ કલ્યાણનગર સોસાયટીમાં રહેતા પાર્વતીબેન પ્રભુભાઇ સોલંકીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે યોગ્ય કલમ નહીં લગાવી હોવાની તેમજ માત્ર બે લોકો સામે જ ગુનો દાખલ કરતા નારાજ મહિલાએ ગૃહમંત્રી અને મહિલા આયોગ સમક્ષ ફરિયાદ કરી છે. જેમાં આક્ષેપ કર્યો છે કે, આરોપી સમીર અરવિંદભાઇ પટેલે (રહે. શ્રી કૃષ્ણકુંજ સોસાયટી, ન્યુ વી.આઇ.પી.રોડ) અમારા પતિની ગેરહાજરીમાં અવેજ પૂરેપૂરો ચૂકવ્યા વગર દસ્તાવેજ કરીને છેતરપિંડી કરી છે. અમારી જમીન પેટે હજી ૨.૦૫ કરોડ લેવાના બાકી નીકળે છે. જમીનનો દસ્તાવેજ કરાવી લેનાર બિલ્ડર ભૂપેન્દ્ર ઉર્ફે ટીના શાહના પુત્ર દર્ષિત પાસેથી સમીરે બારોબાર ૪૯ લાખ લઇ લીધા હતા. દસ્તાવેજમાં દર્શાવેલા ચેક પણ અમને આપ્યા નથી.અમે સમીર તથા દર્ષિત પાસે રૃપિયાની માંગણી કરવા છતાંય અમને આપતા નથી. તેમજ સમજૂતી કરાર મુજબ દુકાન પણ આપી નથી. અમારી જમીન પ ચાવી પાડવાના ઇરાદે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોઇ છેતરપિડી, વિશ્વાસઘાત તથા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા મારી રજૂઆત છે.


