Gujarat

વડોદરા પોલીસે વર્ષોથી ફરાર વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા

By GS TEAM
22 Dec 20251 min read
વડોદરા પોલીસે વર્ષોથી ફરાર વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા

વડોદરાઃ વડોદરા શહેર છ ટીમો જુદાજુદા રાજ્યોમાં લાંબા સમયથી આશરો લઇ રહેલા આરોપીઓને શોધી કાઢવા માટે ફરી રહી છે ત્યારે વધુ ત્રણ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે.

ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ઠગાઇના કેસનો આરોપી સરબતજીતસિંઘ ઉર્ફે સુખદેવ સિંગ મજબી(બાબોવાલ,અમૃતસર)છેલ્લા ૨૧ વર્ષથી પોલીસને મળતો નહતો.જે હાલમાં ગાંધીધામમાં રહેતો હોવાની માહિતી મળતાં પોલીસે વોચ રાખી તેને ઝડપી પાડયો હતો.

જ્યારે,સરકાર હસ્તકની પેટ્રોલિયમ પાઇપ લાઇનને તોડીને ઓઇલ ચોરીના કેસમાં જવાહરનગર પોલીસ સ્ટેશનના ચાર વર્ષથી વોન્ટેડ આરોપી સંજય ભલેરામ ધાનાક (ફરિદપુર, હિસાર,હરિયાણા)ને પોલીસે તેના વતનમાંથી ઝડપી પાડયો છે.આવી જ  રીતે એક ના ત્રણ ગણા આપવાની વાતોમાં ફસાવી ઠગાઇ કરવાના હરણી પોલીસ સ્ટેશનના ગુનાના આરોપી બસવરાજ સોમસિંગ હિરોલે(મદ્રે,સોલાપુર, મહારાષ્ટ્રને) ને અક્કલ કોટથી પકડી લેવામાં આવ્યો છે.