Gujarat

અક્ષરચોક પાસેથી પોલીસે XUV 700 કારમાંથી વિદેશી દારૂના કવાટરીયા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા

By GS TEAM
25 Oct 20252 mins read
TukuTouch Logo
વડોદરા જેપી રોડ પોલીસની ટીમે અક્ષરચોક ખાતે વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી વિદેશી દારૂ ના કવાટરીયા સાથે અમદાવાદ અને સુરેન્દ્રનગરના બે શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે xuv700 કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અક્ષરચોક પાસેથી પોલીસે XUV 700 કારમાંથી વિદેશી દારૂના કવાટરીયા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા

વડોદરા જેપી રોડ પોલીસની ટીમે અક્ષરચોક ખાતે વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી વિદેશી દારૂ ના કવાટરીયા સાથે અમદાવાદ અને સુરેન્દ્રનગરના બે શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે xuv700 કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવા વર્ષના તહેવારને લઈ જેપી પોલીસની ટીમ અક્ષરચોક ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમ્યાન ઓ પી રોડ તરફથી અક્ષર ચોક તરફ એક મહિંદ્રા કંપનીની એક્સયુવી 700 મોડલની ફોરવ્હિલર કાર રાત્રિના સમયે પસાર થતી હતી. વાહન ચેકિંગમાં ઊભી રહેલી પોલીસે  શંકાસ્પદ કારને ઊભી રાખી હતી. તેમા એક ડ્રાઈવર સીટ તથા બાજુની સીટ ઉપર તેમ બે ઇસમો બેસેલ હતા. જેથી બન્નેને નીચે ઉતારી કાર માં તપાસ કરી હતી. ત્યારે ગાડીમાં ડ્રાઈવરની બાજુની સીટની સામેનુ ડ્રોવરમાં ખોલી ચેક

કરતા બે રીયલ ચેલેન્જર ગોલ્ડ વિસ્કીના કવાટરીયા જણાઈ આવતા બંન્ને ઇસમ તથા કારને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા બંને પૂછપરછ કરતા તેઓ એ પોતાનું નામ 1 હાર્દીકકુમાર શાંતીલાલ ધોળકીયા ( રહે. બસ સ્ટેન્ડની સામે કરકથલ ગામ તા. વિરમગામ જી, અમદાવાદ ) તથા  હિતેશકુમાર ઓધવજીભાઇ સોનાગરા (રહે. મેન બજાર ચરાડવા ગામ તા,હળવદ જી.સુરેન્દ્રનગર)ના હોવાનું જણાવ્યું હતું. ગાડીમાં ટોર્ચ વડે ચેક કરતા ડ્રાઇવરની બાજુની સીટની સામેનુ ડ્રોવરમાં ચેક કરતા બે લાલ કલરના શીલબંધ હાલતના  વિદેશી દારૂ ભરેલ પ્લાસ્ટીકના ક્વાર્ટરીયા મળી આવ્યા હતા.

જેથી પોલીસ દ્વારા આ બંને શખ્સો વિરુદ્ધ ધી ગુજરાત નશાબંધી એક્ટ કલમ હેઠળ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.