Gujarat

નરોડામાંથી પોલીસે કુટણખાનું પકડી ગેસ્ટહાઉસના માલિક, મેનેજર સામે ગુનો નોંધ્યો

By GS Team
15 Jul 20201 min read
This article was originally published on 15 Jul 2020
નરોડામાંથી પોલીસે કુટણખાનું પકડી ગેસ્ટહાઉસના માલિક, મેનેજર સામે ગુનો નોંધ્યો

અમદાવાદ, તા.15 જુલાઈ 2020, શુક્રવાર 

નરોડા પોલીસે ચોક્કસ બાતમી આધારે નરોડા જીઆઇડીસી ખાતે આવેલ અમૃત હોટલ, રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસમાં દરોડો પાડયો હતો અને ત્યાંથી રૂપલલના તેમજ ગ્રાહકની ધરપકડ કરી હતી.

નરોડા પોલીસે ગેસ્ટહાઉસના માલિક વિનોદભાઈ પટેલ ગેસ્ટહાઉસના મેનેજર જીગ્નેશ સોલંકી તેમજ ગ્રાહક વસંતકુમાર, એન પંચાલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.