Gujarat

માંજલપુરમાંથી પોલીસને શરીરના મસલ્સ વધારવાની દવાઓ સાથે દુકાનદારની અટકાયત

By GS TEAM
10 Feb 20261 min read
માંજલપુરમાંથી પોલીસને શરીરના મસલ્સ વધારવાની દવાઓ સાથે દુકાનદારની અટકાયત

વડોદરાઃ માંજલપુર વિસ્તારમાંથી પોલીસે સ્વાસ્થય માટે હાનિકારક એવી મસલ્સ પાવર અને હોર્માન્સની દવાઓનો જથ્થા સાથે એક દુકાનદારની પૂછપરછ હાથ ધરી છે.

માંજલપુરના તુલસીધામ ચાર રસ્તા પાસે દેવપુષ્પ કોમ્પ્લેક્સની સિધ્ધિ ન્યુટ્રિશન નામની દુકાનમાં શંકાસ્પદ દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજાની ટીમે તપાસ કરી હતી.

જે દરમિયાન પોલીસને વિદેશથી આયાત કરી હોય તેવી અલગ અલગ બ્રાન્ડની સ્ટિરોઇડ અને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ પ્રકારની હોવાનું જણાઇ આવ્યું હતું.પોલીસે દવાઓ અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઇન્જેક્શનો મળી કુલ રૃ.૨.૮૩ લાખનો જથ્થો કબજે કર્યો હતો.

આ અંગે દુકાનદાર અમિષકુમાર અશોક કુમાર કોરી(જયરામ નગર,એરફોર્સ રોડ,મકરપુરા)ની પૂછપરછ કરવામાં આવી હતી.પરંતુ તે દરમિયાન તેમની પાસે બિલ કે બીજા કોઇ આધાર પુરાવા મળી આવ્યા નહતા.જેથી ઓા જથ્થો કોની પાસે થી અને કેટલા સમયથી મંગાવવામાં આવતો હતો,તેના નિયમિત ગ્રાહકો કોણ હતા જેવા મુદ્દે તપાસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે માંજલપુર પોલીસને જાણ કરી હતી.