Gujarat

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ

By GS TEAM
19 Mar 20261 min read
હળવદ તાલુકાના ધનાળા પાસે  ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ

35 લાખનો મુદ્દામાલ જપ્ત, ભુમાફીયાઓ  દહેશત

ધનાળા પાસે  ગેરકાયદેસર માટીનું  ખનન અને વહન કરતા ૧ લોડર૪ ટ્રેક્ટર  પોલીસે જપ્ત કર્યો

હળવદ તાલુકાના ધનાળા પાસે ગેરકાયદેસર માટી ખનન વહન સામે પોલીસ તંત્રે કડક વલણ અપનાવી જોરદાર કાર્યવાહી હાથ ધરી હતી,હળવદ  પી.આઈ. આર.ટી. વ્યાસ અને ડી-સ્ટાફની ટીમે ખનન માફિયાઓના ગઢ પર અચાનક દરોડો પાડી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ચકનાચૂર કરી દીધી હતી.દરોડા દરમિયાન સ્થળ પરથી એક લોડર તથા ચાર ટ્રેક્ટર  સાથે ઝડપાયા હતા, જે કોઈપણ પ્રકારના પાસ-પરમિટ વગર સરકારી જમીનમાંથી માટીનું ખનન અને વહન કરતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કુલ અંદાજીત રૃપિયા ૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ખનન માફિયાઓ સામે લાલ આંખ કાયદાનો કડક પાઠ ભણાવવાની તૈયારી

પોલીસે કબજે કરાયેલ તમામ વાહનોને હળવદ પોલીસ સ્ટેશન ખાતે મુકીને ખાણ-ખનીજ વિભાગને આગળની કાર્યવાહી માટે સોંપ્યા છે. સંડોવાયેલા વાહન માલિકો અને માફિયાઓ સામે કાયદેસર તેમજ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી પોલીસ તરફથી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

હળવદ પંથકમાં છેલ્લા ધણા  સમયથી માટી ખનનનો ગેરકાયદેસર ધંધો બેફામ બન્યો હતો, પરંતુ પોલીસના આ સખત એક્શનથી ખનન માફિયાઓમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હવે સહન નહીં કરવામાં આવે.આ દરોડાથી ભુમાફીયાઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો.