Gujarat

જામનગર જિલ્લાના ધ્રોલમાંથી PGVCLના 11 ગાળાના 1200 મીટર વિજ વાયરની તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ

By GS TEAM
2 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં વાયર ચોરી કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે, અને ધ્રોળ પંથકમાં પીજીવીસીએલના કુલ 11 ગાળાના વીજ વાયરોની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના ધ્રોલમાંથી PGVCLના 11 ગાળાના 1200 મીટર વિજ વાયરની તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ

Jamnagar Theft Case : જામનગર જિલ્લામાં વાયર ચોરી કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે, અને ધ્રોળ પંથકમાં પીજીવીસીએલના કુલ 11 ગાળાના વીજ વાયરોની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 રાજકોટમાં રહેતા અને ધ્રોલ પીજીવીસીએલમાં ફરજ બજાવતા તેજસભાઈ અનિલભાઈ સોનીએ ધ્રોળ પોલીસમાં જાહેર કરાયા અનુસાર પીજીવીસીએલના વાંકિયા ગામથી મોરારદાસ ખંભાળિયા ગામ સુધીના વિસ્તારમાં જુદા જુદા 11 જેટલા વિજ થાંભલાઓ પરથી કુલ 1,200 મીટર જેટલા વીજ વાયરોની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાનું જાહેર કર્યું છે.

 અંદાજે રૂપિયા 45 હજારની વાયર ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે ફરિયાદના અનુસંધાને ધ્રોળના પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ છે, અને પંચનામુ વગેરે કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.