Gujarat

જામનગર શહેરમાં ઠંડીની મોસમમાં વાહન ચોર ટોળકી સક્રિય બની છેલ્લા 24 કલાક દરમિયાન 5 મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

By GS TEAM
21 Dec 20252 mins read
TukuTouch Logo
જામનગર શહેરમાં ઠંડીની મોસમની સાથે સાથે વાહન ચોર ટોળકી સક્રિય બની ગઈ છે, અને શહેરમાંથી એકી સાથે જુદા જુદા પાંચ સ્થળો ઉપરથી પાંચ મોટરસાયકલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે તસ્કરોને પોલીસ શોધી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં ઠંડીની મોસમમાં વાહન ચોર ટોળકી સક્રિય બની છેલ્લા 24 કલાક દરમિયાન 5 મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

જામનગર શહેરમાં ઠંડીની મોસમની સાથે સાથે વાહન ચોર ટોળકી સક્રિય બની ગઈ છે, અને શહેરમાંથી એકી સાથે જુદા જુદા પાંચ સ્થળો ઉપરથી પાંચ મોટરસાયકલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે તસ્કરોને પોલીસ શોધી રહી છે.

જામનગરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા રમેશભાઈ ભીખાભાઈ પરમાર નામના બુઝુર્ગે ઢીચડા રોડ પર એક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

આ ઉપરાંત હાપામાં વેલનાથ સોસાયટીમાં રહેતા સાગરભાઇ અનિલભાઈ હમીરપરા નામના 35 વર્ષના યુવાને રાજપાર્ક વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા વિસ્તારમાં રહેતા દિપક પીઠાભાઈ ચાવડા નામના યુવાને પોતાની દુકાનની બહાર પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસકરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં લિંડી બજાર નજીક મણિયાર શેરીમાં રહેતા યુસુફભાઈ અબ્દુલભાઈ નામના વેપારીએ પોતાની દુકાનના ખૂણા પાસે પાર્ક કરેલું પોતાનું બર્ગમેન મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં રહેતા યોગેશ વિનોદભાઈ પાટડીયા નામના યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.