Gujarat

જોડીયાના જીરાગઢ ગામમાં વધુ બુઝુર્ગ મહિલાને નિશાન બનાવી લૂંટ ચલાવ્યાની પોલીસ ફરિયાદ

By GS TEAM
13 Oct 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામમાં એક વૃદ્ધ મહિલાને માર મારી લૂંટ ચલાવવા અંગે એક મહિલા સહિતના શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ જીરાગઢ ગામમાં પણ આવો જ લૂંટનો એક બનાવ બન્યો હોવાથી તે અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોડીયાના જીરાગઢ ગામમાં વધુ બુઝુર્ગ મહિલાને નિશાન બનાવી લૂંટ ચલાવ્યાની પોલીસ ફરિયાદ

Jamnagar Loot Case : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામમાં એક વૃદ્ધ મહિલાને માર મારી લૂંટ ચલાવવા અંગે એક મહિલા સહિતના શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ જીરાગઢ ગામમાં પણ આવો જ લૂંટનો એક બનાવ બન્યો હોવાથી તે અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

 જોડીયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતા રંભાબેન પરબતભાઈ ચોટલીયા નામના 80 વર્ષના બુઝુર્ગ મહિલા, કે જેઓ પોતાના ઘરમાં સૂતા હતા, જે દરમિયાન ઘરના દરવાજાને લાતો મારી ખોલી નાખી એક સ્ત્રી તથા બે અજાણ્યા પુરુષો વગેરે ઘરમાં ઘૂસી આવ્યા હતા, અને બુઝુર્ગ મહિલાના હાથ પગ પકડી રાખી મોઢું દબાવી તેઓ પાસેથી રૂપિયા ચોવીસ હજારની કિંમતના સોનાના બુટીયાની લૂંટ કરીને ભાગી છૂટ્યા હતા.

 જેથી આ મામલો જોડીયા પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને લૂંટના બનાવ અંગેનો વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. એલસીબીની ટીમ તથા જોડીયા પોલીસ આ મામલે લૂંટારું ટોળકીને શકંજામાં લઇ વધુ તપાસ ચલાવી રહી છે.