જોડીયામાં રિસામણે બેઠેલી પરણીત યુવતીના ઘેર જઈ પતિએ લોખંડની કોશથી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર જિલ્લાના જોડીયામાં રહેતી એક પરણીતા રીસાઈને પોતાના માવતરે આવી ગઈ હતી, દરમિયાન તેનો પતિ આવ્યો હતો, અને બળજબરી પૂર્વક ઘરે પરત લઈ જવા દબાણ કરી માથામાં કોશ વડે હુમલો કરી દેતાં ચાર ટાંકા લેવા પડ્યા હતા. જે હુમલાના બનાવ અંગે જોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
જોડીયા પોલીસ મથકમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 115(2), 118(1), 117(2), 352, 351(3) તથા જી.પી.એક્ટ કલમ 135(1) હેઠળના ગુન્હામાં જાહેર થયા અનુસાર તા.23/04/2026 ના રોજ આશરે 11:00 વાગ્યાના સમયે જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં ફરીયાદી યુવતી પોતાના ઘરે એકલી હતી. આ દરમિયાન આરોપી મોસીનભાઈ શબીરભાઈ છેર ત્યાં આવી ફરીયાદીને પોતાની સાથે આવવા માટે કહેતા તેણીએ ઇન્કાર કર્યો હતો.
તે બાદ આરોપીએ ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી ગાળો બોલી, ફળીયામાં પડેલ લોખંડની કોશ વડે ફરીયાદીના માથાના ડાબા ભાગે, આંખ પાસે ઘા મારી ઈજા પહોંચાડી હતી. ઈજાના કારણે ફરીયાદીને માથામાં ત્રણથી ચાર ટાંકા આવ્યા હોવાનું જાણવા મળે છે. ઉપરાંત આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ બનાવ અંગે ફરીયાદી નાજમીનબેન વા/ઓ મોસીનભાઈ છેર (ઉ.વ.19, રહે. જોડીયા) દ્વારા જોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવી છે. ઉપરાંત, આરોપીએ જિલ્લા કલેક્ટર જામનગર દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું પણ નોંધાયું છે. આ અંગે વધુ તપાસ જોડીયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.








