Gujarat

જામનગરના કોન્ટ્રાક્ટર યુવાનની રૂપિયા સાત લાખની કિંમતની કારની ચોરી થઇ ગયાની પોલિસ ફરિયાદ

By GS TEAM
11 Feb 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરમાં વાહન ચોર ટોળકી ફરી સક્રિય બની છે, અને જામનગરના રણજીત સાગર રોડ પર આશીર્વાદ એવન્યુ મયુર બાગ વિસ્તારમાં રહેતા એક કોન્ટ્રાક્ટર યુવાનના રહેણાંક મકાનની બહાર પાર્ક કરવામાં આવેલી રૂપિયા 7 લાખની કિંમતની મોટરકાર કોઈ તસ્કરો ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી હંકારી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના કોન્ટ્રાક્ટર યુવાનની રૂપિયા સાત લાખની કિંમતની કારની ચોરી થઇ ગયાની પોલિસ ફરિયાદ

Jamnagar Car Theft : જામનગર શહેરમાં વાહન ચોર ટોળકી ફરી સક્રિય બની છે, અને જામનગરના રણજીત સાગર રોડ પર આશીર્વાદ એવન્યુ મયુર બાગ વિસ્તારમાં રહેતા એક કોન્ટ્રાક્ટર યુવાનના રહેણાંક મકાનની બહાર પાર્ક કરવામાં આવેલી રૂપિયા 7 લાખની કિંમતની મોટરકાર કોઈ તસ્કરો ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી હંકારી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. 

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરમાં મયુરબાગ શેરી નંબર-4 આશીર્વાદ એવન્યુમાં રહેતા સાગર રમેશભાઈ દુધાગરા નામના કોન્ટ્રાક્ટર યુવાને પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે પોતાની રૂપિયા 7 લાખની કિંમતની જી.જે. 10 ડી.એન. 8883 નંબરની કાર, કે જે પોતાના ઘર પાસે પાર્ક કરી હતી, ત્યાંથી કોઈ તસ્કરો રૂપિયા 7 લાખની કિંમતની ક્રેટા કારની ચોરી કરી લઈ ગયાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે.

 જેને પોલીસ શોધી રહી છે.