Gujarat

ચીકુવાડીના સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીઓનું પોલીસ વેરિફિકેશન નહિ કરાતાં પોલીસ ફરિયાદ

By GS TEAM
25 Feb 20261 min read
ચીકુવાડીના સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીઓનું પોલીસ વેરિફિકેશન નહિ કરાતાં પોલીસ ફરિયાદ

વડોદરાઃ ચીકુવાડીના સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીઓનું વેરિફિકેશન નહિ કરાવનાર સંચાલક સામે ગુનો નોંધાયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,જેતલપુર રોડ પર ચીકુવાડી ખાતે સત્યમ એપાર્ટમેન્ટમાં આવેલા રેડિયન્ટ સ્પા સેન્ટરમાં તપાસ કરતાં જુદાજુદા રાજ્યોની ચાર યુવતીઓ કામ કરતી મળી આવી હતી.આ ચારેય યુવતીઓને એક મહિનાથી રાખવામાં આવી હતી.

પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ ચારેયનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત હોવા છતાં તેમનું વેરિફિકેશન કરાવ્યું નહિ હોવાથી અકોટા પોલીસે સ્પાની મેનેજર પ્રિયંકા ધર્મેશભાઇ કાનેટ(અકોટા ટાઉનશિપ) અને મુંબઇ ગયેલા સંચાલક સતિષ યશવંતભાઇ (એવમ હાઉસ,ન્યુ અકોટા ગાર્ડન સામે)ની વિરૃધ્ધ ગુનો નોંધ્યો હતો.