Gujarat

જામનગર નજીક મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાંથી સ્ક્રેપ ખરીદવાનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર અને તેના મળતીયાઓનું મસમોટું કારસ્તાન

By GS Team
14 Aug 20252 mins read
This article was originally published on 14 Aug 2025
TukuTouch Logo
કોન્ટ્રાક્ટર તેમજ ટ્રક ડ્રાઈવર, સુપરવાઇઝર, વે બ્રીજ ઓપરેટર સહિત 13 શખ્સો સામે રૂપિયા એક કરોડની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાંથી સ્ક્રેપ ખરીદવાનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર અને તેના મળતીયાઓનું મસમોટું કારસ્તાન

Jamnagar Fraud Case : જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી કંપનીના એરિયામાંથી ભંગારની ખરીદી કરનાર કોન્ટ્રાક્ટર, અને ટ્રક ડ્રાઇવર, વેબ્રિજ ઓપરેટર સહિતના મળતીયાઓ દ્વારા અંદાજે એક કરોડ રૂપિયા જેટલો વધારાનો સ્ક્રેપ ઉઠાવી જઈ કંપની સાથે છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદથી ભારે ચકચાર જાગી છે.

 આ બનાવની વિગત એવી છે કે અમદાવાદના મેસર્સ એસ.એમ. એન્ટરપ્રાઇઝના પ્રોપરાઈટર વિનોદ પટણી, કે જેને જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના એમ.જી સિલિકોન એરિયામાંથી લોખંડ વગેરેનો ભંગાર ખરીદવા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જે કોન્ટ્રાકટર દ્વારા ટ્રકમાં સ્ક્રેપ ભરી જઈ સુપરવાઇઝર તેમજ વેબ્રીજ ઓપરેટર વગેરે સાથે કારસ્તાન કરીને ટ્રકમાં વધારે માલ ભરી જઇ ઓછું વજન બતાવી કંપનીએ અંદાજે 1,04,09,100 જેટલું નુકસાન પહોંચાડ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 

આ ઉપરાંત જીજે ટેન ટીવી 7119 નંબરના એક ટ્રકમાં 20,930 કિલોગ્રામ વજનનો ભંગાર કે જેનું વજન ઓછું બતાવ્યું હતું, અને તે કુલ 6,93,839 ની કિંમતનો વધારાનો ભંગાર કંપનીમાંથી ઉઠાવી લઈ જતાં પકડાઈ ગયા હતા.

 જેથી આ મામલો મેઘપર પડાણા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કંપનીના સુપરવાઇઝર નબાકીશોર લેટરામચંદ્ર મિશ્રા એ મેસર્સ એસ.એમ. એન્ટરપ્રાઇઝના પ્રોપરાઈટર વિનોદ પટણી ઉપરાંત વે બ્રિજ ઓપરેટર શક્તિસિંહ જાડેજા, અને હિરેન સોનગરા, વેબ્રિજના ઓપરેટર સંજય દોરુ, ઉપરાંત ખાનગી વેપારી પેઢીના સુપરવાઈઝર અનિલ ચુડાસમા, જીતેન્દ્ર વિરાણી, ટ્રકના ડ્રાઇવર મોહમ્મદ અહેમદ એમ પઠાણ, બ્રિજેન્દ્રસિંહ, ગિરીશ એ.વરિયાણી, મયુરકુમાર, રવિભાઈ સોલંકી, વિશાલ સિંહ, તેમજ સાલેન્દ્ર યાદવ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી છે.

 જે ફરિયાદના અનુસંધાને મેઘપર પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.ટી.જયસ્વાલ સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.