Get The App

બૂટલેગર સુનિલ ઉર્ફે અદાની મિલકતોના પુરાવા મેળવતી પોલીસ

નડિયાદમાં તબેલાની આવક દર્શાવી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરે છે

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
બૂટલેગર સુનિલ ઉર્ફે અદાની મિલકતોના પુરાવા મેળવતી  પોલીસ 1 - image

 વડોદરા,ગુજસીટોકના ગુનામાં પકડાયેલા બૂટલેગર સુનિલ ઉર્ફે અદાએ ભરેલા ઇન્કમટેક્સ રિટર્નની વિગતો  પોલીસ એકત્રિત કરી કાર્યવાહી  હાથ ધરી છે.

સમગ્ર રાજ્યમાં દારૃનો મોટાપાયે સપ્લાય કરતી લાલુ સિન્ધી ગેંગના બૂટલેગર લાલુ સિન્ધી  અને સુનિલ ઉર્ફે અદાની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ લીધા છે. સુનિલ  ઉર્ફે અદાની મોલમાં ચાર દુકાનો પાર્ટનરશિપમાં છે. તેમજ બે મકાનો છે. તેના દસ્તાવેજો પોલીસે તપાસ દરમિયાન મેળવી લીધા છે. તેમજ નડિયાદમાં તેનું ફાર્મહાઉસ છે,તેમાં ૮૦ ભેંસોનો તબેલો છે. આરોપી ઇન્કમટેક્સ રિટર્ન પણ ફાઇલ કરે છે.જેમાં તબેલાની આવક બતાવી છે.  પોલીસ દ્વારા તેની મિલકતના  પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.