Get The App

પાણશીણા ચેક પોસ્ટ પર થી ૨૪૦ નંગ વિદેશી દારૃના જથ્થા સાથે 1 શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો.

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
પાણશીણા ચેક પોસ્ટ પર થી ૨૪૦ નંગ વિદેશી દારૃના જથ્થા સાથે 1 શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. 1 - image

એક કાર તથાં દારૃ નો જથ્થો મળીને પોલીસે ૫.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ગુનો નોંધ્યો હતો.

લીંબડીલીંબડી અમદાવાદ હાઈવે પર પાણશીણા ના પાટીયા પાસે આવેલ ચેક પોસ્ટ પર એક કાર માંથી ૨૪૦ નંગ વિદેશી દારૃ ના જથ્થા સાથે એક શખ્સને પાણશીણા પોલીસે ઝડપી પાડયો હતો. ઝડપાયેલા શખ્સ પાસે થી પોલીસે દારૃનો જથ્થો તથા કાર મળીને કુલ રૃપિયા ૫.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ગુનો નોંધ્યો હતો.

પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ ને પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી. કે અમદાવાદ તરફ થી એક કાર માં વિદેશી દારૃ નો જથ્થો ભરીને રાજકોટ તરફ જાય છે. તેવી બાતમીના આધારે પોલીસે પાણશીણા ચેક પર વોચ ગોઠવી ને બાતમી વાળી કાર ચાલક ને ઉભો રાખી તેનુ નામઠામ પુછતાં તેણે તેનુ નામ કેતન નીતીનભાઈ રાઠોડ રહે. રાજકોટ વાળો હોવાનું જણાવ્યું હતું. તેમજ કાર ની તપાસ હાથ ધરવામાં આવતાં તેમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૃ ની બોટલો નંગ - ૨૪૦ જે.ની.કી.રૃ ૬૨,૪૦૦ તથાં કાર નંગ - ૧ જે.ની.કી.રૃ. ૫,૦૦,૦૦૦ મળીને કુલ રૃપિયા ૫,૬૨,૪૦૦ નો મુદામાલ કબ્જે કરીને તેને ઝડપી પાડયો હતો. અને કાર ચાલક કેતન રાઠોડ તથા માલ ભરી આપનાર તથાં તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૃદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીંને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.