Get The App

વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા 1 - image


Vadodara News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરા પધારી રહ્યા છે ત્યારે, તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે પાલિકા દ્વારા શહેરીજનોને લાવવા લઈ જવા માટે 300 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરામાં સરદાર ધામ છાત્રાલયનું વડાપ્રધાનના વરદ હસ્તે ઉદ્ઘાટન સમારંભ યોજાશે. 

આ ઉદઘાટન સમારંભ પ્રસંગે વડાપ્રધાનને આવકારવા અને તેમનું ભવ્ય સ્વાગત કરવા વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરીજનોને સ્વાગત સ્થળે લાવવા લઈ જવા માટે 300 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં ત્રાહિમામ ગરમીમાં પણ ઉત્સાહિત શહેરીજનોને લઈ જવા લાવવા માટે નવલખી મેદાન ખાતેથી 100 બસમાં લોકોને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

હાલની ત્રાહિમામ ગરમીમાં આ તમામને બસમાં ઠંડા પાણી સહિત ઠંડા પીણા પણ સગવડ આપવા સહિત ઠંડા પાણીના જગ પણ બસમાં રાખવામાં આવ્યા છે. તેવી જ રીતે નાસ્તા સહિત ફૂડ પેકેટ પણ તમામને આપવા સહિત લીંબુ પાણીનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો હોવાનું પાલિકાના ફુડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું. 

5 ખાનગી ટ્રાવેલ્સની 120 બસો સહિત 300 બસો ગોઠવાઈ 

ઉત્સાહિત શહેરીજનોને લાવવા લઈ જવા માટે ખાનગી પાંચ  ટ્રાવેલ્સની 120 બસ સહિત કુલ 300 બસ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રવાના થશે. આ ઉપરાંત સ્વાગત સ્થળે ત્રાહિમામ ગરમીના કારણે કોઈની પણ તબિયત બગડે તો તાત્કાલિક સહાય માટે પણ પાલિકા દ્વારા અલગથી મેડિકલ ટીમની ચોક્કસ વ્યવસ્થા થશે તેવી પણ માહિતી મળી હતી.