Get The App

SMCએ પકડેલા લાલુ સિન્ધી ગેંગના 1.40 કરોડના દારૃના કેસમાં PI સસ્પેન્ડ

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
SMCએ પકડેલા લાલુ સિન્ધી ગેંગના 1.40 કરોડના દારૃના કેસમાં PI સસ્પેન્ડ 1 - image

વડોદરાઃ સ્ટેટ મોનિટરિંગ સેલે અઢી મહિના પહેલાં પાડેલા દરોડાના કેસમાં નંદેસરીના તત્કાલીન પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નંદેસરીના રઢિયાપુરા ગામના ખેતરમાં એસએમસીએ દરોડો પાડી રૃ.૪૩લાખ ઉપરાંતનો દારૃ,કન્ટેનર,કાર,આઠ વાહનો, મોબાઇલ અને રોકડ મળી કુલ રૃ.૧.૪૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ગુનામાં મનોજ પાપડ સહિત છ પકડાયા હતા અને સૂત્રધાર તરીકે નામચીન લાલુ સિન્ધી અને સુનિલ અદાના નામો ખૂલતાં તેમને વોન્ટેડ જાહેર કરાયા હતા.એસએમસીએ પાડેલા દરોડામાં નંદેસરી પોલીસની  બેદરકારી જણાઇ આવતાં પીઆઇ એએ વાઘેલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.